Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !

સુરતના ખટોદરાની જાણિતી સુરભી ડેરીના બે યુનિટમાંથી ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો.. એસઓજીની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા અને 955 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો.. સૌથી ગંભીર વાત તો એ છે કે પોલીસની પૂછપરછમાં ડેરીના સંચાલકે આ પનીર નકલી હોવાની કબૂલાત કરી.. આ ડેરી દરરોજ આશરે 200 કિલો નકલી પનીર શહેરના બજારોમાં ઠાલવી રહી હતી....નકલી પનીર અસલી પનીરના ભાવ કરતા અડધી કિંમતે એટલે કે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતુ હતુ....નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો..... જે સ્વાસ્થ્ય માટે ખુબજ જ નુકસાનકારક છે.. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બંન્ને સ્થળોએથી પનીર, દૂધ, બટર અને એસિડ સહિતના શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લઈને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે....આ શંકાસ્પદ પનીર કોણ કોણ ખરીદતુ હતુ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.. 

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસાની બે પેઢીમાંથી ઝડપી પાડ્યો શંકાસ્પદ ઘીનો જથ્થો.. તાસ્વી માર્કેટિંગ અને વેદાંત ફુડ પ્રોડક્ટસ નામની બે પેઢીમાંથી 8.89 લાખની કિંમતનું 1500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયુ.. બંન્ને પેઢીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે કેસ પણ નોંધાયો હતો..  તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટસમાં તપાસ દરમિયાન 320 કિલો ઘી...જ્યારે વેદાંત ફુડ પ્રોડક્ટસમાંથી 1 હજાર 183 કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.. ફુડ વિભાગે બંન્ને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને પરિક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola