Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠું

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠું

ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરાઈ છે....બનાસકાંઠા..સાબરકાંઠા..નર્મદા અને અરવલ્લીમાં તો કરા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.....સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે.....વડોદરા...છોટાઉદેપુર...ભરૂચ..સુરત..વલસાડ.. વાપી અને અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે.....

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 28 ડિસેમ્બર સુધી ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ.. અડધાથી એક ઈંચ સુધી વરસાદની સંભાવના છે....સાબરકાંઠા, પંચમહાલ, આણંદ , વડોદરા, ભરૂચ , કપડવંજ, તાપી, નર્મદા સહિતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી.. તો સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં થઈ શકે છે માવઠું..29 ડિસેમ્બર બાદ ઠંડી વધી શકે છે.. તાપમાનનો પારો 8 થી 10 ડિગ્રી સુધી જશે...

રાજ્યમાં આજે હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં માવઠું પડ્યું...પાટણના સિધ્ધપુરમાં...બનાસકાંઠાના અમીરગઢ અને ઇકબાલગઢમાં કમોસમી વરસાદ પડ્યો...ખેડા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઝાકળ સાથે વરસ્યો કમોસમી વરસાદ..વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો....કપરાડા અને સુથારપાડામાં પડ્યું માવઠું.....મહિસાગરના બાલાસિનોર, લાલસર, ધામોદ, સાધકપુર અને ખાનપુર તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો...વડોદરાના પાદરામાં પણ બરબાદીનું માવઠું પડ્યું....કમોસમી વરસાદને લઈને ખેડૂતોના વરિયાળી, એરંડા, રાયડા અને બટાટા, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકોને નુકસાનની ભીતિ..

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો...વરસાદી માહોલના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતો પરેશાન..નવસારી જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે ચીકુ..ડાંગર અને શાકભાજીની ખેતી કરે છે..માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા ..વાતાવરણની અસર ચીકુના ફ્લાવરિંગ પર જોવા મળી રહી છે..ખેડૂતો અનુસાર, ચીકુના પાકને હળવી ગરમીની જરૂર હોય છે..પરંતુ વરસાદી માહોલ અને ધુમ્મસના કારણે ચીકુનું ઉત્પાદન ઘટશે અને ભાવ પણ પુરતા નહીં મળે..

અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસતા ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રહેલો પાક પલળી ગયો....કપાસ, મગફળીનો પાક, જે યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, તે પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું....તો મેઘરજના માર્કેટ યાર્ડમાં પણ ખુલ્લામાં રહેલી ખેડૂતોની મગફળી પલળી ગઈ... જે ખેડૂતો વેંચવા માટે લઈને આવ્યા હતા....હવામાન વિભાગની આગાહી છતાં યાર્ડ સત્તાધિશોની બેદરકારીએ ખેડૂતો અને વેપારીઓને નુકસાન કરાવ્યું.. 

એક બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.. બીજી બાજુ ધોરાજી માર્કેટ યાર્ડની બેદરકારી જુઓ...ખુલ્લામાં જણસી રાખવામાં આવી છે.. કપાસ, મગફળી, ડુંગળી સહિતની જણસી યાર્ડમાં ખુલ્લામાં પડી છે.. તેને સાચવીને રાખવાની કે ઢાંકવાની કોઈ વ્યવસ્થઆ કરવામાં નથી આવી... યાર્ડની બેદરકારીને કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.. જો કે બાદમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેને કહ્યું કે સાંજ સુધીમાં હરાજી થઈ જાય તે જ માલ ખુલ્લામાં રાખવામાં આવ્યો છે....મગફળી, કપાસ સહીતનો પાક છાપરામાં ઉતારવામાં આવ્યો છે.. હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ જણસ મોટા પ્રમાણમાં આવી રહી છે.. ત્યારે ખેડૂતોએ પણ હવામાન વિભાગની આગાહીના પગલે તકેદારી રાખવી જોઈએ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram