Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !

Hun To Bolish : હું તો બોલીશ : જુગારનો ખેલ !

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં જુગારની ક્લબ ચાલતી હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ આરોપ લગાવ્યો હતો...અને પોલીસ સામે મોરચો માંડી આરોપ લગાવ્યો હતો કે, રોજનો 70 હજારનો હપ્તો લઈ પોલીસની નજર હેઠળ જુગારની ક્લબો ધમધમે છે...જો કે, માણાવદરમાં તો નહીં પણ કાર્યવાહી શરૂ થઈ છે મેંદરડામાં....મેંદરડાના સામાકાઠા વિસ્તારના વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 40 જુગારીઓને પકડ્યા હોવાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દાવો..વાડીના માલિકની ધરપકડ કરવાની સાથે જુગારની રમતમાં ઉપયોગમાં લેવાયેલા 2 લાખથી વધુની રોકડ રકમ મળી..જુગાર રમતા અને જુગારધામ સાથે જોડાયેલા લોકોના 23 મોટરસાઈકલ, 33 મોબાઈલ અને રોકડ સહિત કુલ 19 લાખ 64 હજારનો મુદામાલ પણ જપ્ત કરાયો...
-------------------------
કચ્છમાં હોટલ અને ફાર્મ હાઉસના જુગાર ખાનામાં જુગારીઓ સક્રિય થયા છે...કચ્છના ભુજની રીજન્ટા હોટલમાં પોલીસના દરોડામાં તો સરકારના નિવૃત્ત અને વર્તમાન અધિકારીઓ જુગાર રમતા ઝડપાયા....પોલીસે આપેલી જાણકારી અનુસાર, પૂર્વ DDO  ચંદ્રકાંત પટેલ, ભુજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ચિરાગ ડોડિયા, સરકારી ઈજનેર નરેન્દ્ર ભદ્રા, નિવૃત્ત કાર્યપાલક ઈજનેર કે.આર.પટેલ, સંજય પટેલ, અરવિંદ ગોર, નિવૃત્ત વર્ક આસિસ્ટન્ટ જયેન્દ્રસિંહ ઝાલા સહિતના અધિકારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા..દરોડા દરમિયાન પોલીસને વિદેશી દારૂની બોટલ પણ મળી આવી..કુલ સાત આરોપી સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે...
-------------------------
11 ઓગસ્ટે પંચમહાલમાં કાલોલના દોલતપુરા ગામે જુગાર રમતા 27 શખ્સોને SMCએ ઝડપી પાડ્યા.. જેમાં કાલોલના બે કોર્પોરેટર પણ હતા સામેલ... કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 2ના કોર્પોરેટર આશિષ સુથાર અને વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અર્જુન રાઠોડની સાથે પૂર્વ કોર્પોરેટર પીન્કેશ પારેખ સહિત શખ્સોને જુગાર રમતા ઝડપી લેવાયા... પોલીસે 1.80 લાખની રકમ સાથે બાઈક, મોબાઈલ મળી 7.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો....
-------------------------
11 ઓગસ્ટે અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં ચાલતું જુગારધામ ઝડપાયું....પાનોલીની નંદીની એગ્રો શેડ કંપનીના ઉપરના માળે જુગાર રમી રહેલ 9 જુગારીઓની પોલીસે ધરપકડ કરી...28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola