Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?

Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
 
કોઈ પણ સામાન્ય વ્યક્તિને સૌથી વધુ ચિંતા પોતાના અને સ્વજનોના સ્વાસ્થ્યની રહેતી હોય છે....બિમારી આવે એટલે લાંબુ બિલ બને એ ચિંતા સતત રહેતી હોય છે...જો કે સરકાર તરફથી પ્રયાસો પણ થાય છે કે સામાન્યથી લઈને મોટી બિમારીઓમાં દર્દીઓને પોસાય તેવી દવાઓ ઉપલબ્ધ રહે....જેને જેનરિક દવા તરીકે ઓળખાય છે....જે કોઈ બ્રાન્ડની નહીં પણ નાની-મોટી કંપની બ્રાન્ડેડ દવા સમાન પદાર્થોનું મિશ્રણ કરીને જેનરિક દવાઓ બનાવે છે.....દેશભરમાં આશરે 17 હજારથી વધુ સરકારી જનઔષધિ કેન્દ્રો છે જે જેનરિક દવાનું વેચાણ કરે છે....તો ગુજરામાં પણ 800થી વધુ જનઔષધિ કેન્દ્રો પર જેનરિક દવાનું વેચાણ થાય છે...જે બ્રાન્ડેડ દવાઓ કરતા અનેક ગણી સસ્તી હોય છે....
 
------------------------------------------------------
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 100માં વર્ષમાં પ્રવેશ અને ડૉ.અનિલ નાયકની IMAના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂંક નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ.....પોતાના સંબોધનમાં તેમણે જેનરિક દવા મામલે સ્પષ્ટ શબ્દોમાં કરી ટકોર કે જેનરિક દાવા માટે થઈ રહેલો ખોટો પ્રચા થવો જોઈએ બંધ....સેંકડો ડૉક્ટર્સની હાજરી વચ્ચે અમિત શાહે કોરોનાકાળમાં ડૉક્ટર્સે કરેલી કામગીરી બદલ અભિનંદન આપવાની સાથે જેનરિક દવાને લઈને તબીબોના વિરોધની પોતાના શબ્દોમાં ટીકા પણ કરી...શું કહ્યું અમિતભાઈએ એ સાંભળીએ....
 
 
ઓગસ્ટ 2023માં નેશનલ મેડિકલ કમિશને તબીબો માટે એક મહત્વનો પરિપક્ષ કર્યો જાહેર...જે મુજબ તબીબોએ દર્દીઓને બ્રાન્ડેડ નહીં પણ માત્ર જેનરિક દવાઓ જ લખવી ફરજિયાત હતી....પરિપત્રનો હેતુ હતો કે દર્દીઓને દવાઓનો  ખર્ચ ઘટે અને જન ઔષધિ જેવી યોજનાઓને પ્રોતસાહન મળે...પરંતુ IMA સહિત ડૉકટર્સના સંગઠનોએ આ પરિપત્રનો વિરોધ કર્યો એમ કહીને કે આવી દવાઓની વિશ્વસનિયતા અને ગુણવત્તાના લીધે દર્દીઓના જીવને થઈ શકે છે જોખમ...આખરે વિરોધ પછી NMCએ પરિપત્ર પરત ખેંચ્યો....જે મુજબ જેનરિક દવા લખી આપવી ફરજિયાત નહીં પરંતુ પ્રોત્સાહિત માનવામાં આવશે....
 
એબીપી અસ્મિતાએ ચકાસણી કરી તો કેથેટર સામાન્ય રીતે મેડિકલ સ્ટોર માલિકોને 20 રૂપિયામાં કંપની આપતી હોય છે...તે કેથેટર કોર્પોરેટ હૉસ્પિટલ્સના મેડિકલ સ્ટોરમાં MRPના બહાને 100 રૂપિયામાં વેચાય છે.....કેમ કે MRP કેટલી લખવી એ કંપની નક્કી કરતી હોય છે...ઈન્ટ્રાકેથ કે જેની MRP 80-100રૂપિયાની હોય છે...તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સામાન્ય મેડિકલ સ્ટોરને એ જ કંપની 10-20 રૂપિયામાં આપે છે....આપ તમામ લોકો જ્યારે મોટી કોર્પોરેટ હૉસ્પિટલ્સમાં દાખલ થાવ ત્યારે આગ્રહ રાખવામાં આવે કે તેમની મેડિકલ સ્ટોરમાંથી જ દવા લો...અને બિલ એમઆરપી પર બને.....

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola