Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
ગઈકાલે રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 545 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ..જ્યાં મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે જે કામ આપણે કરીએ છીએ તે ક્વોલિટીવાળુ થાય તેના પર ભાર મુકીએ છીએ....અગાઉ પણ ક્વોલિટીવાળા રોડને લઈને મુખ્યમંત્રી નિવેદન આપી ચૂક્યા છે...બંને સાંભળી લઈએ....
24 ઓક્ટોબરે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રસ્તાની કામગીરીને લઈને કોન્ટ્રાક્ટરને તતડાવ્યા.....નેત્રંગની મોવી ચોકડી નજીક બની રહેલા રસ્તાની કામગીરીમાં બેદરકારીના આરોપ સાથે જાહેરમાં જ તતડાવ્યા....સાથે ગુણવત્તાયુક્ત મટરીયલનો ઉપયોગ ન થયાનો સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો આરોપ...
ત્યારબાદ 27 ઓક્ટોબરે ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ફરી એકવાર જોવા મળ્યો આક્રમક અંદાજ....રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થયો હોવાનો આરોપ લગાવીને સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને ફોન પર જ ઝાટકી નાંખ્યા....ઝઘડીયાના હીંગોરીયાથી હરીપુરાને જોડતા રસ્તાના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરીને સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો ઉધડો લીધો....
ગોંડલ
રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવેનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં કેન્દ્રને વધુ એકવાર રજૂઆત કરવામાં આવી....ગઈકાલે ગોંડલ યુવા ભાજપ પ્રમુખ જીગરભાઇ સાટોડીયાએ નીતિન ગડકરીને આ અંગે રજૂઆત કરી કે, જેતપુર સુધી રાજકોટ સોમનાથ નેશનલ હાઇવે સિક્સલેન બની રહ્યો છે....અને બે વર્ષથી આ કામ ચાલી રહ્યું છે છતાં હજુ નજીકના ભવિષ્યમાં પુરું થાય તેવી કોઇ જ સંભાવના દેખાઇ રહી નથી... રાજકોટ–ગોંડલ–જેતપુર સિક્સ લેઇન હાઇવેનુ કામ હાલ ચાલુ હોવાથી રસ્તાઓમાં ખાડાઓ એટલી સંખ્યામાં છે કે લોકોને અવરજવર મુશ્કેલ પડી રહી છે...અને ભરૂડી ટોલ પ્લાઝામાંથી વાહન ચાલકોને જ્યાં સુધી સિક્સલેનનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરી....
--------------------------
અરવિંદ લાડાણી
ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જનતાના રોષનો શિકાર બન્યા.....માણાવદર-વંથલી રોડની મુલાકાત દરમિયાન ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફોટા પડાવીને સોશલ મીડિયા પર મુક્યા.. સોશલ મીડિયા પર વાહવાહી મેળવવા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ફોટા મુકતા જ જનતાએ તેમને વધાવી લીધા.. કોઈએ લખ્યું ફોટા પડાવવા પહોંચી ગયા.. તો કોઈએ લખ્યું 30 વર્ષમાં પહેલીવાર બને છે.. કોઈએ તો એવો પણ ઊભરો ઠાલવ્યો કે પોસ્ટ સેવ કરીને રાખજો તુટે ત્યારે કહેજો કેટલો ટાઈમ ટક્યો રોડ.....તો કોઈએ સૂચન આપતા લખ્યુ કે જ્યાં નવો રોડ બને ત્યાં કોન્ટ્રાક્ટરનું નામ ગેરંટી પિરિયડ અને તેના મોબાઈલ નંબર લખવા જોઈએ.. કોઈએ સારા બને અને ટકે એવી આશા રાખીયે તેવી ચૂટકી પણ લીધી..
જોકે, આ રિકાર્પેટિંગ થયેલા રોડ પર અમે રિયાલિટી ચેક કર્યું....તો દેખાઈ રહ્યું છે કે, નવા રોડમાં પણ પોપડા ઉખડવા લાગ્યા છે....જે કામની ગુણવત્તા પર સીધો પ્રશ્ન ઉભો કરે છે....સ્થાનિકો, સરપંચો અને તાલુકા સભ્યો અગાઉ પણ રજૂઆતો કરી ચૂક્યા છે છતાં કામમાં સુધારો નથી એવો આરોપ છે....
--------------------------
છોટાઉદેપુર જર્જરિત બ્રિજ
છોટાઉદેપુરમાં કવાંટ નજીકથી પસાર થતી કરા નદી ઉપરનો બ્રિજ જોખમી બન્યો છે....સ્ટેટ R&B વિભાગનો આ બ્રિજ ક્વાંટ અને છોટાઉદેપુરને જોડે છે....પુલ ઉપરના માર્ગ પર મસ મોટા ખાડા પડ્યા છે....અને તિરાડો પણ પડી ગઈ છે.....એટલું જ નહીં બ્રિજ અતિ જર્જરિત હોવા છતાં પણ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે....છોટાઉદેપુરથી બોડેલી જતા પાવીજેતપુર નજીક આવેલ બ્રિજ બે વર્ષથી તૂટી જતા મધ્ય પ્રદેશ તરફથી આવતા વાહનો પણ આજ માર્ગ પરથી પસાર થાય છે....જેના કારણે વાહનોનું ભારણ વધતા આ બ્રિજ વધુ જોખમી બન્યો છે.....
--------------------------
વડોદરા તૂટેલા રોડ
વડોદરા શહેરમાં ચોમાસા અને તે બાદના કમોસમી વરસાદ બાદ ખખડધજ થયેલા બિસ્માર બનેલા રોડ રસ્તા હજુ સુધી રીપેર કરાયા નથી...મુખ્યમંત્રીએ સમય મર્યાદામાં કામગીરી પરિપૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરોને આદેશ કર્યા બાદ પણ યોગ્ય કામગીરી દેખાઈ રહી નથી....ઉબડખાબડ બનેલા રસ્તાઓ કેટલીક જગ્યાએ રિપેર થયા તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ તેવા ને તેવા જોવા મળી રહ્યા છે....શહેરના તાંદલજા, સન ફાર્મા રોડ, અકોટા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવા સહિત અનેક વિસ્તારમાં હજુ પણ રોડ રસ્તાનું કારપેટિંગ કરાયું નથી....તાંદલજા વિસ્તારમાં તો આઠ મહિનાથી રોડ ખખડધજ જોવા મળી રહ્યો છે....કામગીરી અધુરી છોડી દેવાય છે....અકોટા દાંડિયા બજાર બ્રિજથી ઉતરી અકોટા તરફ જતા મુખ્ય ચાર રસ્તા પર છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ લાઈનની કામગીરી અધૂરી છે....
અમદાવાદ રોડ કાર્પેટિંગ
તો બીજીતરફ CMની સૂચના બાદ અમદાવાદમાં રોડની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે....રાતના સમયે પણ શહેરમાં રોડની ચાલી રહી છે કામગીરી....પૂર્વ ઝોનમાં કઠવાડામાં રોડ-રસ્તાનું સમારકામ ચાલુ છે.... CMની સૂચના બાદ 13 હોટ મિક્સ પ્લાન્ટ ચાલુ કરીને 7200 મેટ્રિકટન મટીરીયલના રોડ બનાવાયાનો દાવો છે....