Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર આજે જોવા મળી....હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરના વેચાણને રોકવા સુરત એસઓજીએ શરૂ કર્યું ઓપરેશન ગોગો....ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર દરોડા પાડ્યા.....ગલ્લા ધારકોને હાઈબ્રીડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ ન કરવા સૂચના અપાઈ....
મહેસાણામાં પણ શૈક્ષણિક સંકુલોની આસપાસની દુકાનોમાં ગોગો પેપર સહિત નશીલા પદાર્શનું વેચાણ થઈ રહ્યું છે તેવો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો....પોલીસે હવે આવા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે....PSI સહિતની ટીમે સ્કૂલના 100 મીટરના અંતરમાં જે પાનના ગલ્લાઓ પર ગોગો પેપર સહિતના નશીલા પદાર્થનું વેચાણ થતું હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે....
ગઈકાલે રાત્રે અહેવાલ પ્રસારિત થયા બાદ રાજકોટમાં પણ અલગ અલગ વિસ્તારમાં પોલીસની ચાર ટીમોએ 35 પાનના ગલ્લામાં તપાસ શરૂ કરાઈ હતી...ત્રણ જગ્યાઓ પરથી ગોગો પેપર મળી આવ્યા..તો બે જગ્યાઓ પરથી પીવાની ચલમમળી આવી હતી...