Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ખુદ શાસક પક્ષના જ ચૂંટાયેલા કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા... ભાવનગર મહાપાલિકાના કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન ભરત ચુડાસમા, સોશલ વેલફેર કમિટીના ડેપ્યુટી ચેરપર્સન નીતાબેન બારૈયા અને સ્ટ્રીટ લાઈટ કમિટીના ડેપ્યુટી ચેરપર્સન રતનબેન વેગડે ગૃહરાજ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો અને કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા... વોર્ડ નં 4ના કોર્પોરેટરોએ કહ્યું કે કરચલીયા પરા વોર્ડમાં છેલ્લા ઘણાં વર્ષોથી ન્યૂસન્સ સતત વધી રહ્યું છે.. ન્યૂસન્સને કાબૂમાં લેવા અનેકવાર રજૂઆત બાદ પણ જિલ્લા પોલીસે તરફથી નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી... શાસક પક્ષના કોર્પોરેટરોએ તો ભાવનગર શહેરમાં ગુનાખોરી બિહાર જેટલી વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો...આ મુદ્દે અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયાએ સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી અને કોર્પોરેશનના બગીચા વિસ્તારમાં રિયાલીટી ચેક કર્યું...તો અહીં દારૂની પોટલીઓ મળી આવી...અસામાજીક તત્વો જાહેર સ્થળોને દારૂના અડ્ડા બનાવી દીધા હોવાનું ધ્યાને આવ્યું....કરચલીયા પકા વોર્ડ નંબર 4માં એક લાખથી વધુ લોકો અસામાજીક તત્વો અને ગુંડાતત્વોથી ત્રાહિમામ છે....ખાસ કરીને શિવનગર, ધનાનગર, પોપટનગર, બુદ્ધદેવ સર્કલ, મફતનગર, કણબીવાડ સહિતના અનેક વિસ્તારો છે કે જ્યાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણી રહ્યા છે....લોકોની માંગ છે કે, અહીં પોલીસ ચોકી વધારવી જોઈએ...આ વિસ્તારમાં આવેલી વાલકેટ ગેટ પોલીસ ચોકી અને રાણીકા પોલીસ ચોકી બંધ થઈ ગઈ છે...અહીં એક પણ પોલીસ કર્મચારીઓ હાજર હોતા નથી....પોલીસ ચોકીની બહાર તાળા મારેલા હોય છે...આ તમામ પરિસ્થિતિની વચ્ચે નગરસેવકોએ રાજ્યના ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે...મહત્વનું છે કે, છેલ્લા બે મહિનામાં આ જ વિસ્તારમાં 4 હત્યાના બનાવ બની ચૂક્યા છે....આ જ વિસ્તારમાં 12 જુલાઈએ અસમામાજીક તત્વોના ત્રાસના કારણે પરિવારે ભાવનગર શહેરને છોડવું પડ્યું હતું....ઘર પાસે દારૂ પીવાની ના પાડતા અસામાજીક તત્વો ઉશ્કેરાઈ ગયા...અને ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો...આરોપ હતો કે, ફરિયાદીએ પોલીસ સ્ટેશને ધક્કા ખાધા પરતું ફરિયાદ નહોતી લેવાઈ માત્ર અરજી લીધી હતી...અસામાજીક તત્વોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે શહેર છોડી દીધું....15 જુલાઈએ આજ વિસ્તારમાં બાબા ગેંગે વિધવા મહિલાના ઘરમાં પ્રવેશી મકાનમાં તોડફોડ કરી હતી...
13 મેએ ભાવનગરમાં અપહરણ કરીને ગુંડાતત્વોએ બે યુવકોને તાલીબાની સજા આપી હતી....ટોપ થ્રી સર્કલથી બે યુવકોનું અપહરણ કરાયું હતું....બાદમાં અવાવરૂ સ્થળ પર નગ્ન કરીને બંન્ને યુવકોને ઢોર માર મારવામાં આવ્યો..એટલું જ નહીં આ વીડિયો બનાવી ગુંડાતત્વએ પોતાની ઈનસ્ટાગ્રામ આઈડી પર મૂક્યો હતો...ઘટના બાદ પોલીસ પણ ફરિયાદ નોંધવામાં આનાકારી કરતી હોવાનો પરિવારજનોનો આરોપ હતો..ત્રણ દિવસથી ફરિયાદ નોંધાવવા માટે પરિવારજનો અલગ અલગ પોલીસ સ્ટેશને ભટકી રહ્યા હતા...મીડિયામાં અહેવાલ રજૂ થયા બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી....