Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં રેતી ચોર બન્યા બેફામ..... કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં રેતી ચોરોએ ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો.....ખાણખનીજ વિભાગના દેવયાનીબા જાડેજાએ મંગળવારે ગેરકાયદે રેતી ભરેલ ડમ્પર પકડ્યુ હતુ.. ત્યારે બે કારમાં આવેલ રેતી ચોરોએ મહિલા અધિકારીની સરકારી ગાડીને કોર્ડન કરીને ડમ્પરને ભાગી જવામાં મદદ કરી.... એટલુ જ નહીં, કારમાં સવાર એક શખ્સે સરકારી ગાડી પાસે આવી મહિલા અધિકારી સહિતની ટીમને અપશબ્દો બોલીને ડ્રાઈવરને ડમ્પર ભગાડવા જણાવ્યુ.... મહિલા અધિકારી અને તેની ટીમને બાનમાં લઈ રેતી ચોર ડમ્પર છોડાવી ભાગી છુટતા ખનીજ માફિયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો.. કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી.. 

સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગરના કેરાળા નજીક ખાણખનીજ વિભાગની ટીમ પર હુમલાનો પ્રયાસ.. ભોગવો નદીમાં ખનીજ ચોરીની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.. જ્યાં બે લોકોએ ખાણખનીજ વિભાગની ટીમને અપશબ્દો બોલીને માથાકુટ કરી હતી.. ખાણખનીજ વિભાગે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે બે વિરૂદ્ધ ફરિયાદ નોંધી.. તાત્કાલિક કાર્યવાહી કરીને વઢવાણ પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી.. 
==================
જુનાગઢ 

જૂનાગઢ જિલ્લામાં પણ ખનીજ માફિયા બેફામ બન્યા..... ખાણખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યાનો આરોપ.. રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા હુમલો કર્યાનો આરોપ. ટ્રકમાંથી રેતી રસ્તા પર જ ફેંકીને ખનીજ માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો.. જેને અટકાવવા જતા ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી.. બે આરોપીઓ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી..
==================
ફાયરીંગ 

ગઈકાલે નવસારીના બિલીમોરા શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને શાર્પ શુટર ગેંગ વચ્ચે થયું ફાયરિંગ.....સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક આરોપીઓ સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસમાં હથિયારોની ડિલિવરી આપવા માટે આવી રહ્યા છે....બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા શાર્પ શુટર ગેંગના પાંચ સાગરીતોએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો....જેમાં જવાબી કાર્યવાહી કરતા SMCની ટીમે પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ..... સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં એક આરોપીને પગના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો....જ્યારે અન્ય ચાર આરોપીની ધરપકડ કરાઈ....આરોપીઓ પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ, 27 જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા.. ફાયરિંગની ઘટના બનતા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ફોરેન્સિકની ટીમો અને નવસારી જિલ્લાની અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ પણ વધુ તપાસ હાથ ધરી છે.. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપીઓ કુખ્યાત ગેંગના સાગરીતો હોવાનો ખુલાસો થયો છે.... 
 ==================
ડિમોલિશન 

ગીર સોમનાથમાં ધાર્મિક સ્ટ્રક્ચરના ડિમોલિશન દરમિયાન પોલીસ પર થયો પથ્થરમારો.....10 નવેમ્બરે સોમનાથ શંખ સર્કલ સામે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા સ્થાનિક પ્રશાસનની ટીમ પોલીસના બંદોબસ્ત સાથે પહોંચી હતી.. જ્યાં ધાર્મિક સ્ટ્રક્ચરનું દબાણ દૂર કરતા તોફાની તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.... મહિલાઓનું ટોળું પણ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યું હતું....પથ્થરમારાની ઘટનામાં પીઆઈ સહિત બેથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા...આ મુદ્દે વેરાવળના મામલતદાર રણજીતસિંહ ખેરની ફરિયાદના આધારે પોલીસેસરકારી કામગીરીમાં ફરજ રૂકાવટ, હુમલો સહિત BNSની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો.. પોલીસે કોમ્બિંગ કરીને કેટલાક તોફાની તત્વોને પણ ઝડપી પાડ્યા.. તો પોલીસની આ જ કામગીરીથી કેટલાક તોફાની તત્વો ફરાર થઈ ગયા....આ કેસમાં પોલીસે 17 આરોપીઓ વિરૂદ્ધ નામજોગ સહિત 100થી વધુ તોફાની તત્વો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો....અને 13 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે....
 ==================

ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિકોના ટોળા વચ્ચે ઝપાઝપી થઈ.....6 નવેમ્બરેની રાત્રે એલસીબીને બાતમી મળી હતી કે ગોવાથી બેગ ભરીને વિદેશી દારૂનો જથ્થો ચાવડી ગેટ વિસ્તારમાં ડિલિવરી કરવાનો છે.....બાતમીના આધારે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે વિસ્તારના કેટલાક સ્થાનિકોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને ઘર્ષણ કર્યું... દારુ ભરેલ કાર લઈને આવેલા આરોપીઓને ભગાડવા માટે સ્થાનિકોએ ટ્યુબલાઈટના ધોકાથી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.. એટલુ જ નહીં.. ફરિયાદમાં પણ કેટલાક લોકોએ જ્વલંતશીલ પ્રવાહી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો ઉલેલ્ખ કરવામાં આવ્યો છે.....નીલમબાગ પોલીસે દિનેશ શાહ, કિશન શાહ અને વિશાલ યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી...

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola