Hun To Bolish : હું તો બોલીશ : મોતની ગટર
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ગટર
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં 3 મજૂરોના ગેસ ગળતરથી થયા મોત...એમ. કે. ક્રિએશન નામની કંપનીમાં આ ઘટના બની...છેલ્લા એક વર્ષથી નૌશાદ સલીમ શેખ નામના વ્યક્તિની આ કંપની બંધ હતી...અહીં અંડરગ્રાઉન્ડ સિમેન્ટની ટાંકીમાં જીન્સના કપડા ધોવાનું કામ થતું હતું...ફેકટરીને ફરી શરૂ કરવા માટે સાફ સફાઈ શરૂ કરાવી હતી....જેમાં કેમિકલની ટાંકી સાફ કરવા કોન્ટ્રાક્ટર જીગ્નેશ પુરબિયાને 18000 રૂપિયામાં કામ સોંપ્યું હતું....કોન્ટ્રાક્ટરે પાંચ માણસો સાથે ગઇકાલે કામગીરી કર્યા બાદ આજે સવારે અધૂરી કામગીરી પૂર્ણ કરવા 20થી 25 વર્ષના ત્રણ શ્રમિક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર આવ્યા હતા...કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક શ્રમિક ટેન્કમાં પડી ગયો...જેને બચાવવા બીજા બે શ્રમિક પડ્યા...ત્રણેયને ગેસની ગંભીર અસર થઈ...ત્યારબાદ સારવાર માટે એલ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા..જ્યાં તેમનું મૃત્યુ થયું....પોલીસે ત્રણેય મૃતદેહોના પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે....કંપનીના સંચાલક અને ઓપરેટરને રાઉન્ડ અપ કરાયા છે.... વધુ તપાસ હાથ ધરીને કોન્ટ્રાકટર અને માલિકની ધરપકડ કરવામાં આવશે...
સુરેન્દ્રનગરના પાટડીમાં 21 જાન્યુઆરીએ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનમાં ઉતારવામાં આવેલા 2 કર્મચારીઓના ગેસ ગળતરથી મૃત્યુ થયા હતા....બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વગર ભૂગર્ભ ગટરમાં સફાઈનું કામ કરવા માટે ઉતારવામાં આવ્યા હતા...ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે 24 વર્ષના કર્મચારી જયેશ પાટડીયા અને 17 વર્ષના ચિરાગ પાટડીયાને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા....સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો...પરંતુ ત્યાં સુધીમાં ખુબ મોડું થઈ ગયું હતું....આ કેસમાં ચીફ ઓફિસર, સેનિટર ઈન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી...પોલીસે ફરિયાદના આધારે કોન્ટ્રાક્ટરને તો ઝડપી પાડ્યો પણ 4 મહિના જેટલો સમય વીતી ગયો હજુ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનિટર ઈન્સ્પેક્ટરને પોલીસ પકડી શકી નથી...