Hun To Bolish : હું તો બોલીશ : માથે આવ્યું વિમાન!

Hun To Bolish : હું તો બોલીશ : માથે આવ્યું વિમાન!

સુરત કોર્પોરેશને એરપોર્ટને નડતરરૂપ 27 પૈકીની 5 ઈમારતોનો રિ-સર્વે શરૂ કર્યો....જ્યારે પાલના કાસા રિવેરા, વેસુના KPM ટેરા અને સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટના અઢીથી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટીસ આપી દીધી છે....કાસા રિવેરાના 36 ફ્લેટ, કેપીએમ ટેરાના 74 ફ્લેટ, સેલેસ્ટીયલ ડ્રીમ્સના 41 ફ્લેટ ખાલી કરવાનો આદેશ અપાયો છે...કરોડોની કિંમતના આ વૈભવી બિલ્ડિંગોને બીયુ ન અપાઈ હોવા છતાં બિલ્ડરોએ અહીં ફ્લેટ વેચી દીધા...અને લોકો રહેવા પણ આવી ગયા....હવે પાલિકાએ 151 ફ્લેટ માલિકોને રાતોરાત ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી છે....જો આ ફ્લેટધારકો ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો પણ કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે....આ ઉપરાંત અન્ય 6 બિલ્ડિંગો જે એરપોર્ટને નડતરરૂપ છે અને હાઈકોર્ટમાં ગયા ન હતા તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે...

અમદાવાદ એરપોર્ટ

દેશમાં ફ્લાઇટ્સ અને મુસાફરોની સંખ્યા વધી રહી છે...પરંતુ રનવે સલામતી, બફર ઝોન અને OLS (ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ) જેવા મુદ્દાઓ પર ગંભીર ભૂલો હજી પણ યથાવત છે....ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ મુજબ, રનવેની આસપાસ કોઈ કાયમી બાંધકામ કે રહેણાંક મકાન હોવું જોઈએ નહીં, પરંતુ અમદાવાદ એરપોર્ટ આ ધોરણોને પૂર્ણ કરતું નથી....ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે નવા નિયમો નોટિફાઇ કર્યા છે...જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે....ત્યારબાદ સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાયો છે....આ માટે કેન્દ્ર સરકારે 60 દિવસનો સમય આપ્યો છે....નાના ચિલોડા, નરોડા, સરદાર નગર, હંસપુરા, અસારવા આસપાસના વિસ્તારમાં જ્યાં પણ હાઇરાઈઝ ઇમારતો આવી હશે ત્યાં સર્વે કરાશે...અમદાવાદ જિલ્લા કલેકટરનું આ મુદ્દે કહેવું છે કે, અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ મારફતે આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે....જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મહાનગરપાલિકાની ટીમ મારફતે કરવામાં આવશે....આગામી ત્રણ ચાર દિવસમાં કલેકટર કમિટીની રચના કરશે...કમિટી એરપોર્ટના ચાર- પાંચ કિમી વિસ્તારની ઈમારતોનો કરશે સર્વે...

 

2018માં, AAIએ અમદાવાદ એરપોર્ટ પર બફર ઝોન માટે ગુજરાત સરકાર પાસેથી 29.79 એકર જમીન માંગી હતી. તેને મંજૂરી પણ મળી ગઈ હતી, પરંતુ જમીન મેળવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. કારણ એ છે કે અહીં 350 પરિવારો રહે છે. તેમને દૂર કરવા રાજકીય રીતે સંવેદનશીલ છે....DGCAના એરોડ્રોમ ઇન્સ્પેક્ટર હેન્ડબુક અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ અનુસાર, દરેક રનવે પર 90થી 240 મીટર સુધીનો રનવે એન્ડ સેફ્ટી એરિયા હોવો આવશ્યક છે...DGCAના વાર્ષિક નિરીક્ષણ અહેવાલો અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અભ્યાસ દર્શાવે છે કે, દેશના ઘણા એરપોર્ટ રનવે એન્ડ સેફ્ટી એરિયા, OLS અથવા જમીન સંપાદન જેવા મૂળભૂત પરિમાણોને પૂર્ણ કરતા નથી....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola