Hun To Bolish : હું તો બોલીશ : MLA આવાસ પર 'તિસરી આંખ'

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : MLA આવાસ પર 'તિસરી આંખ'

ધારાસભ્યોના નવા નિવાસસ્થાનમાં લાગશે CCTV....CCTVનું DVRનું એક્સેસ રહેશે વિધાનસભાના અધ્યક્ષ પાસે....ગુજરાત વિધાનસભામાં થશે CCTVનું રેકોર્ડિગ...નવા સદસ્ય નિવાસસ્થાનમાં ગોઠવાશે સિક્યુરિટી...વિધાનસભાએ સરકાર પાસે સુરક્ષા ગાર્ડ માગ્યા....ધારાસભ્યો અને તેના પરિવાર સિવાય ક્વાર્ટરમાં કોઈ નહીં રહી શકે...સદસ્ય નિવાસસ્થાનમાં આવનાર દરેકની નોંધણી કરવામાં આવશે
-----------------------
મંત્રીઓને બંગલાની ફાળવણી બાદ ધારાસભ્યોને નવા ક્વાટર ફાળવવામાં આવ્યા... તમામ મહિલા ધારાસભ્યોને એક જ બ્લોકમાં ક્વાટર ફાળવવામાં આવ્યા છે... નવા બનેલા ધારાસભ્ય નિવાસમાં તમામ મહિલા ધારાસભ્યો બ્લોક નંબર 6માં રહેશે... વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભાની સદસ્ય નિવાસ કમિટીને સત્તા આપ્યા બાદ વિધાનસભાના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સદસ્ય નિવાસ્થાન કમિટી મારફતે ડ્રો કરવામાં આવ્યો... ઝોન મુજબ ધારાસભ્યોના ભાગ પડી બ્લોકના ડ્રો કરવામાં આવ્યા... અને તે મુજબ ધારાસભ્યોને નવા ક્વાર્ટર ફાળવવામાં આવ્યા... 

કચ્છ, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના MLAને બ્લોક નંબર 1 ફાળવાયો 
મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલના MLAને 8 નંબરનો બ્લોક 
બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સોમનાથના MLAને 9 નંબરનો બ્લોક 
સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના MLAને 4 નંબરનો બ્લોક 
અમદાવાદના તમામ MLAને સ્વતંત્ર 2 નંબરનો બ્લોક ફાળવાયો 
આણંદ, ખેડા, દાહોદ, તાપી અને નર્મદાના MLAને 3 નંબરનો બ્લોક 
વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નવસારીના MLAને 7 નંબરનો બ્લોક ફાળવાયો 
સુરત અને વલસાડના ધારાસભ્યો 5 નંબરના બ્લેકમાં રહેશે 
તમામ મહિલા ધારાસભ્યોને 6 નંબરનો બ્લોક ફાળવાયો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola