Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?

Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?

ભારતમાં ચંદ્રગ્રહણ

આજે ભાદરવી પૂનમના દિવસે જ ખગોળવિદો અને અવકાશરસિકો માટે આજનો દિવસ છે અગત્યનો.... કારણ કે આજે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળશે... આ ચંદ્રગ્રહણ બ્લડ મૂન બની જશે... એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતા વધુ મોટો દેખાશે... 
આફ્રિકાના પૂર્વ પટ્ટામાં, યુરોપ, પશ્ચિમી ઑસ્ટ્રેલિયા અને ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ચંદ્રગ્રહણની સંપૂર્ણ ઘટના શરૂઆતથી અંત સુધી જોઈ શકાશે.. ચંદ્રગ્રહણ 3 કલાક અને 29 સુધી રહેશે.... ચંદ્રગ્રહણનો વેધ તો આજે બપોરે 12 વાગ્યેને 37 મીનિટથી શરૂ થઈ ચૂક્યો છે.... જેનો મોક્ષ મધ્યરાત્રીના 1 વાગ્યેને 26 મીનિટે થશે.... સંપૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રાત્રીના 11 વાગ્યાથી 12 વાગ્યેને 22 મીનિટ સુધી જોવા મળશે.... આજે દેખાનારૂ ચંદ્રગ્રહણ વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ હશે... 
==================
ચંદ્રગ્રહણને લઈ મંદિરોના સમયમાં ફેરફાર

7 સપ્ટેમ્બરના ભાદરવી પૂનમના રાત્રે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. 2025માં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે.... , ગ્રહણના સમયગાળા પહેલાં સૂતકકાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે... આ કારણે ગુજરાતનાં મોટા ભાગનાં સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહ્યા... મોટા ભાગનાં મંદિરોમાં બપોરના સમય પછીની આરતી અને તમામ પૂજાઓ પણ બંધ રાખવામાં આવી.... આ સાથે જ બપોર પછી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહ્યા..ડાકોરનું રણછોડરાય મંદિર બપોરે 2 વાગ્યે, શક્તિપીઠ અંબાજી મંદિર અને ઊંઝા ઉમિયા માતા મંદિર સાંજે 5 વાગ્યે, શામળાજી મંદિર અને બહુચરાજી શક્તિપીઠ મંદિર સાંજે 6 વાગ્યે બંધ કરી દેવાયા.. દ્વારકા મંદિર બપોરે દોઢ વાગ્યે બંધ કરી દેવાયું... પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવમાં બપોર અને સાંજની આરતી બંધ રખાઈ હતી.. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની પૂજા કરાઈ ન હતી.. જોકે ભક્તો માટે રાત્રીના સાડા નવ વાગ્યા સુધી મંદિર ખૂલ્લુ રહ્યું...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola