Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન
રાજકોટના કાગવડ ખોડલધામમાં ભવ્ય સન્માન સમારોહનું આયોજન.. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીઓ,ધારાસભ્યો સહિત પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓ જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, કમલેશ પટેલનું સન્માન કરવામાં આવ્યુ.. કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખોડલધામમાં મા ખોડલ સાક્ષાત ઉભા હોય તેવુ લાગી રહ્યું છે.. તો મનસુખ માંડવીયાએ લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ચાર જેટલા ધારાસભ્યોને મંત્રી પદ આપવા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર માન્યો.. તો જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી.. ખોડલધામ પર લેઉવા પાટીદાર સમાજના આ જ શક્તિપ્રદર્શન કાર્યક્રમમાં સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ઘણા સમયથી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડીયા વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાની વાતો વહેતી થઈ હી.. જો કે કાર્યક્રમમાં નરેશ પટેલ અને જયેશ રાદડીયા એકબીજા સાથે વાતચીત કરતા અને હળવાશની પળોમાં દેખાયા હતા.. આ અંગે જયેશ રાદડીયાએ શું કહ્યું આવો સાંભળીએ..