Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?
ફરી એકવાર જોવા મળ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના તીખા તેવર.. કડી APMC અને ખરીદ વેચાણ સંઘ આયોજીક સહકારીતા સંમેલનમાં હાજર નીતિનભાઈ પટેલે પક્ષના જ કાર્યકર્તાઓ અને સત્તાધીશોને રોકડુ પરખાવી દીધુ...આવો સાંભળી લઈએ...
==============
કાર્યકર્તા કેવા હોવા જોઈએ ?
કાર્યકર્તાનો મુખ્ય ઉદ્દેશ જનતાની સેવા હોવો જોઈએ, સત્તા કે પદલાભ નહીં
ભ્રષ્ટાચારથી દૂર રહી, પોતાના કાર્ય અને નિર્ણયોમાં પારદર્શકતા રાખવી
પાર્ટીની વિચારધારા સમજી તેનો સાચો અર્થમાં અમલ કરવો
તકવાદી વલણ ન હોવું જોઈએ
જનસમસ્યાઓ સાંભળવી, જમીનસ્તર પર રહી લોકો સાથે સતત સંપર્કમાં રહેવું
વાણી અને વર્તનમાં શિસ્ત હોવી જોઈએ
સાચા મુદ્દાઓ પર નિર્ભયપણે અવાજ ઉઠાવવો, ખોટા નિર્ણયનો વિરોધ કરવો
વિવિધ મતભેદોને સ્વીકારવા અને લોકશાહી રીતસર કામ કરવું
સમાજમાં સારો દાખલો બેસાડે તેવું વર્તન
લોકોને આપેલા વચનો માટે જવાબદાર રહેવું.
===================
કાર્યકર્તા કેવા કરતા હોય છે ખોટા કામ ?
અયોગ્ય વ્યક્તિને નોકરી, લાભ કે કામ અપાવવા દબાણ કરવું.
કામ કરાવવાના નામે વેપારીઓ, અરજદારો કે સરકારી કર્મચારીઓ પાસેથી પૈસા લેવા
“ઉપર સુધી ઓળખ છે” કહીને અધિકારીઓને ડરાવવું
પોતાના લોકોના હિત માટે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ
યોજનાના લાભાર્થીની યાદીમાં ગેરરીતિ કરવી
પાર્ટીના નામે અંગત ફાયદા માટે ડરાવવું
કાયદાની પ્રક્રિયા અટકાવવી અથવા બદલાવ કરાવવો
પોતાની શક્તિ બતાવી એક પક્ષને ડરાવવું