Hun To Bolish : હું તો બોલીશ : PGને 'નો એન્ટ્રી'
Hun To Bolish : હું તો બોલીશ : PGને 'નો એન્ટ્રી'
પ્રેમચંદનગર બબાલ
અમદાવાદના વસ્ત્રાપુરની પ્રેમચંદનગર સોસાયટી... જ્યાં ગઈકાલે રહીશો અને PGમાં રહેતા લોકો આવી ગયા સામસામે... સોસાયટીમાં 400 મકાન પૈકી 60 મકાનમાં PG ચાલે છે...અને અહીં પાર્કિંગના મુદ્દે ઝઘડો થયો... રહીશો રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા...આરોપ છે કે, રહેણાંક વિસ્તારોમાં પીજી હાઉસના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે...પીજીમાં રહેતા લોકોના કારણે સોસાયટીઓમાં દૂષણ વધ્યું છે....ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે, જેથી સોસાયટીમાં ચાલતા પીજી બંધ કરાવવામાં આવે...તો રહીશોની સાથે પીજીમાં રહેતા લોકો પણ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રહીશોના આરોપોને ફગાવ્યા...પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો....પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે...
બાઈટ
રહીશો
------------------
શાહીબાગ મનહર સોસાયટી બબાલ
6 ઓગસ્ટે અમદાવાદમાં ફરી એક વખત પેઇંગ ગેસ્ટના મામલે બબાલ થઈ...શાહીબાગની મનહર સોસાયટીમાં માથાભારે શખ્સોએ રહીશો પર હુમલો કર્યો... સોસાયટીમાં ચાલતા ગેરકાયદે પીજીના માલિકે ખાનગી વીજ કનેક્શન કર્મચારીઓને બોલાવીને ખોદકામ કરાવતા સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો.. સાથે જ પીજીના યુવાનો ન્યુસન્સ ફેલાવતા હોવાનો અને દારુ, સિગારેટના નશામાં રહેતા હોવાનો સોસાયટીના રહીશોએ દાવો કર્યો.. પીજીના યુવાનોની હરકતોના કારણે મહિલાઓ અને બાળકોને ઘરની બહાર નીકળતા પણ ડર લાગતો હોવાનો રહીશોએ આરોપ લગાવી પીજીના યુવાનોને આવી હરકતો ન કરવા ટપાર્યા..પીજીના યુવકોને ઠપકો આપતા બહારથી કેટલાક અસામાજીક શખ્સો સોસાયટીમાં આવ્યા અને રહીશો પર હુમલો કર્યો.. જેમાં 2 લોકો ઘાયલ થયા..સોસાયટીના રહીશોએ આ અંગે વારંવાર અરજીઓ કરી હોવા છતાં AMCએ ફક્ત શો કોઝ નોટિસ આપી હાથ ખંખેર્યા હોવાનો રહીશોએ આરોપ લગાવ્યો...
--------------------
ચાંદખેડા ગ્રીન લેન્ડ બબાલ
17 જાન્યુઆરીએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ગ્રીન ગેલ્ડ સીટી સોસાયટીમાં લાકડીઓ ઉછળી...સોસાયટીના સેક્રેટરી સાથે પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા યુવાનોને મારામારી કરી હોવાનો આરોપ લાગ્યો...પીજી નોટ એલાઉડના બોર્ડ મારવા છતા બ્રોકરે રૂપિયા રડવા માટે મકાન યુવાનોને ભાડે આપ્યુ.. વારંવાર પીજીના યુવાનો આવીને અપશબ્દો બોલતા હોવાનો અને હેરાન પરેશાન કરતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો...જ્યારે સેક્રેટરીએ યુવાનોને કહેતા દાદાગીરી ઉતર્યા હોવાનો આરોપ છે...સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસે પીજીમાં રહેતા યુવાનોને ઘર ખાલી કરવાની સુચના આપી હતી...
------------------
પેઈંગ ગેસ્ટ મુદ્દે હાઈકોર્ટનું અવલોકન
પેઇંગ ગેસ્ટના કારણે સોસાયટીઓમાં ન્યુસન્સ થતું હોવાની ફરિયાદો મળતી હોવાની કોર્ટે નોંધ લીધી...અને હાઈકોર્ટે એક મહત્વનું અવલોકન કર્યું...પેઈંગ ગેસ્ટ એસોસિએશન તરફથી કરાયેલી અરજીનો કોર્ટે નિકાલ કરતા કહ્યું કે, "PG તરીકે રહેનારાઓની માહિતી પ્રશાસનને હોવી જોઈએ"...."રાષ્ટ્રીય સુરક્ષાથી ઉપર કશું નહીં"..."અસામાજિક તત્વોથી થતું ન્યુસન્સ રોકવાની જરૂર"..."પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામની હોવી જોઈએ"...."અધિકારોની સાથે જવાબદારીઓ વિશે પણ સમજણ રાખવી પડશે"..."પેઈંગ ગેસ્ટ ચલાવનારાઓએ પણ જવાબદારી લેવી પડશે"...સોસાયટીઓ અને કોર્પોરેશન નિર્દોષ છોકરા છોકરીઓને કનડગત કરતા હોવાની અરજદારની રજૂઆત હતી...
-----------------
તો બીજી તરફ હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પીજી માટે જાહેર કરી નવી પોલિસી... પીજીને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવી લેવામાં આવી છે...જેને લઈને પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતા જીડીસીઆરના નિયમોનું પાલન કરવુ પડશે.. આ નિયમોમાં હોમ સ્ટેને લગતી પોલીસી પણ જાહેર કરવામાં આવી છે.. જેમાં હોમ સ્ટે માટે પણ ટુરિઝમ વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે.. હાલ જે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગ ચાલી રહ્યા છે તેમણે બાંધકામ સમયે લેવાયેલી વિકાસ પરવાનગી અને બીયુ ફરીથી લેવુ પડશે.. જો લોકો મહાનગરપાલિકાની હદમાં હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગ ચલાવતા હોય તેમને 30 દિવસમાં મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડશે.. હોમ સ્ટે કરાવતા લોકોએ રાજ્ય સરકારની પોલિસી મજુબ મંજૂરી મેળવવાની રહેશે...અને તે મંજૂરીને મહાનગરપાલિકામાં રજુ કરવાની રહેશે..
-----------------
PG એસોસિએશનના આંકડા મુજબ
અમદાવાદમાં અંદાજે 4 હજારથી વધુ PG
અમદાવાદમાં અંદાજે 5 લાખથી વધુ PGના રહીશો
ગુજરાતમાં 20 હજારથી વધુ 'પેઈંગ ગેસ્ટ'
ગુજરાતમાં 75 લાખથી વધુ PGના રહીશો
-----------------
અમદાવાદના કયા વિસ્તારોમાં પેઈંગ ગેસ્ટ
શિવરંજની
સેટેલાઈટ
પ્રહલાદનગર
થલતેજ
ગોતા
સિંધુભવન
સી.જી રોડ
આંબાવાડી
નવરંગપુરા
પાલડી
આનંદનગર
ચાંદખેડા
સાબરમતી
મોટેરા
-----------------
અમદાવાદમાં પ્રતિ મહિને પેઈંગ ગેસ્ટના પેકેજ
લંચ, ડિનર, બ્રેક ફાસ્ટ સહિતની ફેસેલીટીના 8 હજારથી 15 હજાર રૂપિયા
લંચ, ડિનર, બ્રેક ફાસ્ટ, AC સાથે ફર્નિસ્ડ PGના 15થી 20 હજાર રૂપિયા
લંચ, ડિનર, બ્રેક ફાસ્ટ સહિત ફર્નિસ્ડ પીજી ટુ શેરિંગના 20થી 25 હજાર રૂપિયા
AC રૂમ, ફર્નિચરની ફેસેલીટીના વધારાના 5 હજાર રૂપિયા