
Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?
Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?
હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારે મંદીનો માહોલ સર્જાયો છે.....આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે...રાજ્યમાં 17 લાખ કર્મચારીઓ હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે....સુરતમાં જ 11 લાખ કર્મચારીઓના પરિવાર હીરા પર નભી રહ્યા છે....પરંતુ ક્યારેય ન જોઈ હોય તેવી મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સકંટ ઉભું થયું છે....કેટલીક ઘંટીઓ બંધ થઈ ચૂકી છે તો જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં પણ 20થી 50% સુધીનો પગાર ઘટી ગયો છે....તો મંદી પાછળનું કારણ જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ લેબગ્રોન ડાયમંડને ગણાવ્યું છે....તેમનું કહેવું છે કે, ભવિષ્યમાં લેબગ્રોન ડાયમંડ કિલો-ટનના ભાવે વેચાશે....આ વખતની મંદી અલગ છે, 2 વર્ષથી ચાલી રહી છે...આવો સાંભળી લઈએ તેમનું શું કહેવું છે....
ગોવિંદ ધોળકિયાએ આપેલ નિવેદનના કારણે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે....લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોનું કહેવું છે કે, હીરા ઉદ્યોગમાં આવેલી મંદીમાં લેબગ્રોન ડાયમંડ એક આશાનું કિરણ છે...અનેક રત્નકલાકારોને રોજગારી મળી છે...
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24માં બજેટ રજૂ કરતા હીરા ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિ જાહેર કરી હતી...જેમાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર લેબ ગ્રોન ડાયમંડને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IITમાં ખોલવામાં આવનાર R&D સેન્ટરને 5 વર્ષ માટે ગ્રાન્ટ આપશે....