Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?
Hun To Bolish : હું તો બોલીશ : 'ભ્રષ્ટાચાર'નો હાઈવે ?
વલસાડ નેશનલ હાઈવે 56 બિસ્માર
વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો નેશનલ હાઈવે 56....ધરમપુરથી વાંસદાને જોડતો આ હાઈવે એટલો બિસ્માર બન્યો છે....કે જેનાથી કંટાળીને 10થી વધુ ગામના લોકોએ વિરોધની ચિમકી ઉચ્ચારી છે....ગામના લોકોએ અનેક વખત અધિકારી અને સ્થાનિક પ્રસાસનને રજૂઆતો કરી પણ કોઈ કામગીરી થતી નથી....લોકો 15થી 20 કિલોમીટરનો ચક્રાવો કરીને પોતાના કામ ધંધે અને વિદ્યાર્થીઓ ભણવા જવા મજબૂર બન્યા છે...ગ્રામજનોએ ચિમકી ઉચ્ચારી છે કે, 24 કલાકમાં રોડની કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો ધરમપુરમાં ચક્કાજામ કરીને વિરોધ દર્શાવામાં આવશે...અને ચિંતન શિબિર કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવશે....
---------------------
રાજકોટ સિક્સલેન હાઈવે
રાજકોટથી જેતપુર જવાનો રોડ....નેશનલ હાઈવે ઓથોરિટીનો આ રોડ....અંતર માત્રને માત્ર 67 કિલોમીટર....આપને જાણીને આશ્ચર્ય થશે...અઢી વર્ષમાં 28માંથી માત્ર 5 બ્રિજનું જ કામ પૂર્ણ થયું છે.... આમ તો હાઈવેની કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન સપ્ટેમ્બર 2025 હતી...પણ મે જ્યારે હાઈવેનું લોકલ જેવું કામ નામથી અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને જોડ્યા હતા તેમનું કહેવું હતું કે, 2026ની પહેલા આ કામ પૂરું થઈ જશે....પરંતુ આપ વિચારો છેલ્લા અઢી વર્ષમાં માત્ર 5 બ્રિજ બન્યા છે તો તમામ બ્રિજ બનતા કેટલી વાર લાગશે...જો કે, આ તમામ વચ્ચે હેરાન થઈ રહી છે જનતા....લોકલની જેમ ચાલી રહેલા કામકાજના કારણે રાજકોટથી જેતપુર વચ્ચે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે....રાજકોટથી ગોંડલ સુધી સતત ટ્રાફિકજામ રહે છે.....સૌરાષ્ટ્રના લોકો છેલ્લા અઢી વર્ષથી પરેશાન થઈ રહ્યા છે....1204 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવેનું કામ વરાહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે...ધીમી કામગીરીને કારણે નેશનલ હાઈવે ઓથોરિટીને 30 લાખની પેનલ્ટી પણ ફટકારી હતી...આ સામાન્ય હાઈવે નથી...આ એ હાઈવે છે જે સમગ્ર ગુજરાત કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડે છે....આ એ હાઈવે છે...તમે જો દેશ કે પ્રદેશના કોઈ પણ ખૂણાથી સાસણ જવું હોય તો અહીંથી જવું પડે...દ્વારકા જવું હોય તો અહીંથી જવું પડે...સોમનાથ જવું હોય તો અહીંથી જવું પડે...જુનાગઢ જવુ હોય ભવનાથ દર્શન કરવા તો અહીંથી જવું પડે.....પણ આટલા મહત્વના રોડ ઉપર ઠેર ઠેર રોડ ખોદી દેવાયા છે....લોકો ટોલટેક્સ ભરીને હેરાન થઈ રહ્યા છે....
એબ્યુલન્સ ફસાઈ લાઈવ દ્રશ્યો
લોકો તો હેરાન થઈ રહ્યા છે સાથે સાથે ટ્રાફિકજામ અને ખરાબ રોડના કારણે એબ્યુલંસ પણ ફસાય છે....આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આજના જ સોલ્વન્ટ કોઠારિયા રોડ પરના છે....અહીં ટ્રાફિકજામ સર્જાયો હતો...અને તેમાં 10 મિનિટ સુધી એમ્બ્યુલન્સ ફસાઈ....આવા દ્રશ્યો તો રોજે સર્જાય છે....સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાંથી આવતી એમ્બ્યુલન્સો રોજે આવી ટ્રાફિકજામમાં ફસાય છે અને અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે દર્દીઓ પરેશાન થાય છે....
----------------------
પાટણ ભારતમાલા હાઈવે
જુલાઈ મહિનામાં હું તો બોલીશ કાર્યક્રમમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત પાટણથી સાંતલપુર તરફના હાઈવેની દુર્દશા અને ભ્રષ્ટાચારનો અહેવાલ રજૂ કર્યો હતો....આ અહેવાલની નોંધ લેવાઈ છે....હવે સાંતલપુરથી વણાકબોરી સુધીના 30 કિલોમીટર સુધીનો હાઈવે અત્યંત ખરાબ હાલતમાં હોવાનું સામે આવતા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે....અહેવાલ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અલગ અલગ ટીમોએ તાત્કાલિક રોડની તપાસ કરી હતી....તપાસના ભાગરૂપે બનાવેલા રોડના નમૂના લેવામાં આવ્યા હતા...અને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા....રિપોર્ટમાં હાઈવેના કામમાં વાપરવામાં આવેલી માટી ખામીયુક્ત હોવાનું સામે આવ્યું...30 કિલોમીટરનો આ હાઈવે CDC ઈન્ફ્રા એજન્સીએ બનાવ્યો હતો...બનાવેલા રોડની 5 વર્ષ સુધીની તમામ જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે....આ નિયમ મુજબ, હવે CDS કંપનીને જ આ બિસ્માર થયેલો રોડ ફરીથી બનાવવો પડશે....હાઈવેનું કામ વર્ષ 2021માં શરૂ થયું હતું...અને એપ્રિલ 2025માં આ હાઈવે ખુલ્લો મૂકાયો હતો...જો કે, પહેલા જ વરસાદમાં ઠેર ઠેર ખાડા પડી ગયા અને આખે આખો રોડ બેસી ગયાની ઘટના બની હતી....સાંતલપુરથી વણાકબોરી સુધીના 30 કિલોમીટરના હાઈવેના કામમાં 500 કરોડ રૂપિયાનું આંધણ થયું....સીડીએસ ઈન્ફ્રા પ્રોજેક્ટ કંપનીએ ઠેર ઠેર ભ્રષ્ટાચાર કર્યો હતો....હવે આ 30 કિલોમીટરનો રોડ આખેઆખો 1.5 મીટર ઉંડે સુધી ખોદી ફરીથી બનાવવામાં આવશે....15 ફેબ્રુઆરી સુધી રોડનું કામકાજ ચાલશે....
----------------------
જો કે, બિસ્માર રસ્તા અને હાઈવેને લઈને નીતિન ગડકરીએ 28 ઓક્ટોબરે નિવેદન આપ્યું હતું કે, નવા બનતા રોડ અને હાઈવે પર કોન્ટ્રાક્ટર, નેતા અને મંત્રીઓના નામની તકલી લગાવો...ભ્રષ્ટાચાર થાય તો લોકો તેમને પકડે....હું એકલો શું કામ ગાળો ખાવ....