Hun To Bolish : હું તો બોલીશ : આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : આક્રોશ
અમદાવાદના મણીનગરની સેવન્થ ડે સ્કૂલ....જ્યાં 19 ઓગસ્ટે ધક્કામુકી જેવી નજીવી બાબતમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર પ્રોજેક્ટમાં વપરાતા બોક્સ કટર વડે હુમલો કર્યો...ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો ભરાયા રોષ...શાળાએ પહોંચી તોડફોડ કરી... પોલીસની હાજરીમાં જ શાળાના સ્ટાફને માર્યો માર... માંડ-માંડ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી... મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા શાળા સામેથી નીકળી.. ત્યારે ફરી પોલીસ સાથે ઘર્ષણ થયું...અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી છે... ક્રાઈમ બ્રાંચે ત્રણેય આરોપીની પૂછપરછ કરી.. FSLની ટીમ શાળાએ પહોંચી ઘટનાસ્થળે બ્લડ સેમ્પલ સહિતના પુરાવા એકત્ર કર્યા...શાળા સંચાલકો પર મૃતકના પરિવારજનોએ બેદરકારીનો આરોપ લગાવ્યો...
શાળા સંચાલક V/S લોકોનો આક્રોશ
વિદ્યાર્થીના મોત બાદ પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ...આજે પણ યુથ કૉંગ્રેસ, NSUI,વાલીઓ, પૂર્વ વિદ્યાર્થીઓએ શાળા આગળ એકઠા થઈને વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો.. શાળા સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવી શાળાની માન્યતા રદ કરવાની વાલીઓએ માગ કરી....એટલુ જ નહીં.. શાળામાં ગેરકાયદે પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાનો, શાળાની આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ, દારૂ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોનું વેચાણ થતુ હોવાનો લોકોએ આરોપ લગાવ્યો..વાલીઓનો આરોપ છે કે એક મહિના અગાઉ ધુક્કામુક્કી જેવી બાબતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.. જે બાદ વિદ્યાર્થીઓના બે જુથ પડી ગયા હતા.. તેમ છતા સ્કૂલ સત્તાધીશોએ કોઈ કાર્યવાહી ન કરી.. એ જ વાતના ઝઘડામાં બોક્સ કટરથી વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો.. ઈજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થી દોડીને સ્કૂલના કમ્પાઉન્ડમાં ગયો પરંતુ સ્કૂલ સત્તાધીશોએ કોઈ મદદ ન કરી હોવાનો આરોપ છે...મૃતકના પરિવારને ન્યાય અપાવવા મણીનગર રેલવે સ્ટેશનથી ન્યાય રેલી પણ નીકળી....પોસ્ટર અને પ્લે કાર્ડ સાથે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા...સગીર હોવાથી આરોપી કાયદાની છટકબારીથી ન બચે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે....
હત્યાની ઘટનામાં પોલીસે અલગ અલગ બે ફરિયાદો નોંધી છે.. જેમાં પ્રથમ ફરિયાદ વિદ્યાર્થીની હત્યાની નોંધાઈ છે.. જ્યારે બીજી ફરિયાદ શાળામાં તોડફોડ કરનાર ટોળા વિરૂદ્ધ નોંધવામાં આવી છે.. ખોખરા પોલીસે શાળામાં તોડફોડ કરી 15 લાખનું નુકસાન પહોંચાડવા સબબ 500 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.. હત્યાની ઘટના બાદ વિફરેલા ટોળાએ સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસ અને એલસીડી અને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી હતી.. સાથે જ સ્કૂલના સ્ટાફ સાથે પણ મારામારી કરી હતી.. જેને લઈને પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે....
બીજી તરફ ક્રાઈમબ્રાન્ચે અત્યાર સુધીમાં સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષક, સિક્યોરિટી સ્ટાફ, મૃતકના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શી સહિત 15 લોકોના નિવેદન લીધા છે....ક્રાઈમબ્રાન્ચની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, આરોપી સગીર છેલ્લા એક વર્ષથી કટર કિચેઈન પોતાની પાસે રાખતો હતો.. આ જ કટર કિચેઈનથી તેણે વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.. ક્રાઈમબ્રાન્ચની તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે 13 ઓગસ્ટે મૃતકના પિતરાઈ ભાઈ સાથે આરોપી સગીરને ઝઘડો થયો.. જેને લઈને મૃતક અને આરોપી સગીર વચ્ચે બોલાચાલી થઈ હતી.. જે બોલાચાલીની અદાવતમાં આરોપી સગીરે કટર કિચેઈનથી હુમલો કરી દીધો હતો. ક્રાઈમબ્રાન્ચની તપાસમાં આરોપી સગીરના પિતાનો પણ ગુનાહિત ઈતિહાસ બહાર આવ્યો છે.. આરોપી સગીરના પિતા 20 વર્ષ અગાઉ ચોરીના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે.. આરોપી સગીર હાલ શાહઆલમ વિસ્તારમાં નાના ભાઈ અને માતાપિતા સાથે રહે છે.. જમાલપુરમાં તેના પિતા પતંગનો વ્યવસાય કરે છે.. તો હત્યામાં સંડોવાયેલ અન્ય આરોપી સગીર ચાર મહિના પહેલા જ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો.. તેના પિતાનું ચાર મહિના પહેલા જ અવસાન થયુ છે.. હાલ બંન્ને આરોપી સગીરની પુછપરછ કરવામાં આવી રહી છે.. બંન્ને આરોપી સગીરોને કાલે જુવેનાઈલ હોમમાં મોકલવામાં આવશે.. હત્યાની ઘટનામાં પોલીસે અલગ અલગ બે ફરિયાદો નોંધી છે.. જેમાં પ્રથમ ફરિયાદ વિદ્યાર્થીની હત્યાની નોંધાઈ છે.. જ્યારે બીજી ફરિયાદ શાળામાં તોડફોડ કરનાર ટોળા વિરૂદ્ધ નોંધવામાં આવી છે.. ખોખરા પોલીસે શાળામાં તોડફોડ કરી 15 લાખનું નુકસાન પહોંચાડવા સબબ 500 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.. હત્યાની ઘટના બાદ વિફરેલા ટોળાએ સ્કૂલની ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસ અને એલસીડી અને કોમ્પ્યુટરમાં તોડફોડ કરી હતી.. સાથે જ સ્કૂલના સ્ટાફ સાથે પણ મારામારી કરી હતી.. જેને લઈને પોલીસે રાયોટિંગ, મારામારી અને નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે..
વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે મણીનગર વિસ્તારની તમામ બજારો સજ્જડ બંધ જોવા મળી.. મણીનગર ચાર રસ્તા, રેલવે સ્ટેશન નજીક આવેલ બજારોના વેપારીઓએ બંધ પાડીને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.. જ્યાં સુધી મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દત સુધી બંધના એલાનની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી.. તો મણીનગર, ઈસનપુર, ઘોડાસર વિસ્તારની મોટાભાગની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું....
બીજી તરફ શાળા સંચાલક મંડળે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ઘટના અંગે ચિંતા અને દુઃખની લાગણી વ્યક્ત કરી.. સ્કૂલ સેફ્ટી પોલિસી 2016નો અમલ રાજ્યની તમામ સ્કૂલોમાં ફરજિયાત કરાવવાની માગ કરી.. અન્ય બોર્ડની શાળાઓમાં સેફ્ટી પોલિસીનું સંપૂર્ણપણે પાલન ન થતુ હોવાનો પણ આરોપ લગાવ્યો..
================
X:District Feed2025AUG 202521-08-2025WHATSAPPKTC SCHOOL MARAMARI
ભુજની વીડી હાઈસ્કૂલના બે વિધાર્થી વચ્ચે મારામારીની ઘટના બની...અગાઉ બે વિધાર્થી વચ્ચે થયેલ બબાલનું મનદુઃખ રાખી હુમલો કરાયો...ધોરણ 10ના વિધાર્થીને માર મારવામાં આવ્યો...હાથમાં પહેરવાના પંચ અને કડા વચ્ચે હુમલો કરાયો....વિધાર્થીને માથા ભાગે ઇજા પહોંચી...આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી...મામલો થાળે પાડવા આચાર્યએ બંને વિધાર્થીના વાલીને શાળા ખાતે સમજાવામાં આવ્યા