Hun To Bolish: હું તો બોલીશ: કોણ આપશે સંસ્કાર?

જૂનાગઢ વિદ્યાર્થીને માર

જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ......જ્યાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેની સાથે જ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.... વિદ્યાર્થીને હૉસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ જાનવરની જેમ પિટાઈ કરી.....ચોંકાવનારી વાત તો એ છે કે વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બનાવવામાં પણ આવ્યો અને સોશલ મિડીયામાં અપલોડ પણ થયો....ત્યારે  છેક વિદ્યાર્થીના વાલીને ખબર પડી કે તેમના બાળકને આટલી ખરાબ રીતે ઢોરની જેમ માર મારવામાં આવ્યો છે....વાલીનો આરોપ છે કે ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના દીકરાએ આ વીડિયો કોઈ અન્ય વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયો. .... હોસ્ટેલમાં એક મહિના પહેલા વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની , છતા શાળા સંચાલકોએ આ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો....એટલું જ નહીં, 30 ઑગસ્ટે જ્યારે વાલીને ખબર પડી તો તેમણે સ્કૂલ સંચાલકનો સંપર્ક કર્યો...પણ શાળા સંચાલકે તેમનો ફોન ઉપાડ્યો નહીં...વાલીઓ હૉસટેલ પર પહોંચ્યા તો કલાકો સુધી બેસાડી રાખ્યા અને મળ્યા પણ નહીં....વાલીએ આ મામલે પોલીસને જાણ કરી છે...ઘટનામાં સામેલ તામામ વિદ્યાર્થીઓ સગીર વયના છે...તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી....

વડોદરાના ડભોઈની પ્રાથમિક શાળા....જયાં શિક્ષકે શાળામાં ભણતા બાળકોને ગુટકા અને ચા લેવા મોકલ્યા હોવાનો વિડીયો થયો વાયરલ.... શનોર રોડ પર આવેલી વસાહત 2ની શાળાના શિક્ષકે શાળામાં ભણતા બાળકો પાસે ચા અને ગુટકા મગાવતા સવાલો ઉભા થયા કે આખરે શાળામાં બાળકો અભ્યાસ માટે આવે છે કે આ બધા કામો માટે ?..આ શાળામાં ધોરણ 1થી 5માં કુલ 21 વદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને બે શિક્ષકો છે..... જો કે એબીપી અસ્મિતાએ શાળાના આચાર્યનો સંપર્ક કરતા તેમણે પ્રામાણિકપણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને હવે આવું નહીં થાય તેની બાંહેધરી પણ આપી...

સુરત VNSGU દિવાલ તમાકુ એડ

આ તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી...જ્યાં વિદ્યાર્થીઓને પાન મસાલાથી દૂર રાખવાની જગ્યાએ કેમ્પસની દિવાલ પર પાન મસાલાની જાહેરાત કરવામાં આવી..કોઈ જાહેરાતનું ચિત્ર દોરીને જતું રહ્યું અને સિક્યોરિટી ગાર્ડને ખબર પણ ન પડી....જો કે વિવાદ થતા બાદમાં જાહરાત પર કલર મારવામાં આવ્યો.... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola