Hun To Bolish : હું તો બોલીશ : સ્વદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વદેશ
ગાંધીનગરના કોબા ખાતેના કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ....જેમાં મહત્વનો મુદ્દો સ્વદેશી અપનાવવાનો હતો. પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને અપીલ કરી હતી કે, હંમેશા સ્વદેશી અપનાવવું જોઇએ જેથી દેશના વિકાસમાં આપણે મહત્વનો ફાળો આપી શકીએ.ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે પૂરતા પ્રયાસ કરી રહી છે, કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ જનતાને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહી છે. '25મી સપ્ટેમ્બર પંડિત દિનદયાળની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર 2025 સુધી પૂર્વ દિવંગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જન્મજયંતિ સુધી 90 દિવસ આનિર્ભર ભારત અંતર્ગત સંકલ્પ અભિયાન કાર્યક્રમ ચલાવવાનો છે...સી.આર પાટીલે નિવેદન આપ્યું કે, દેખાદેખીમાં વિદેશી વસ્તુઓ વાપરશું તો દેશને આર્થિક નુકશાન થશે....સ્વદેશી વસ્તુઓ ખરીદો...આ અભિયાનના ઇન્ચાર્જ તરીકે પ્રદિપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઇ છે....
સ્વદેશી અપનાવો અને લોકલ ફોર વોકલના સમર્થન મામલે વિધાનસભા અધ્યક્ષ અને મંત્રી ળવંતસિંહ રાજપૂત પાલનપુરના વેપારીઓને મળ્યા....સ્વદેશી અપનાવવાના સંદેશ સાથે વેપારી અને સ્થાનિક લોકો સાથે કરી ચર્ચા....વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીએ દુકાનો પર સ્વદેશીના સ્ટીકર લગાવી લોકોને જોડાવવા કરી અપીલ