Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
મા-બાપ પોતાના બાળકોને શાળાએ મોકલે ત્યારે તેમને આશા હોય કે મારુ બાળક સારી રીતે ભણે અને શિક્ષક સારી રીતે ભણાવે...મા-બાપ શિક્ષકના ભરોસે બાળકોને શાળાએ મૂકતા હોય પણ છેલ્લા બે દિવસમાં એવી ઘટનાઓ બની જેને દરેક મા-બાપની ચિંતામાં વધારો કર્યો...આ બે દ્રશ્યો જુઓ એક મહેસાણાના છે તો બીજા વડોદરાના..મહેસાણાના મોટીદાઉમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાનો શિક્ષક પર આરોપ.. ઉત્કર્ષ વિદ્યાલયના નીલ પટેલ નામના શિક્ષકે પાંચ જેટલા વિદ્યાર્થીઓને સોટીથી ઢોર માર માર્યાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા.. ધોરણ આઠના વિદ્યાર્થીઓ શાળામાં લેવાયેલી ટેસ્ટ બાબતે વિદ્યાર્થીઓ અંદરો અંદર મજાક-મસ્તી કરી રહ્યા હતા.. જે વાત નીલ પટેલ સાંભળી ગયા હતા.. બસ આટલી વાતમાં શિક્ષકે ઉશ્કેરાયને વિદ્યાર્થીઓને સોટીથી ઢોર માર માર્યો.. એક વિદ્યાર્થીને તો સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવો પડ્યો..શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો અને કાર્યવાહી કરાઈ...તો બીજી બાજુ વડોદરા જિલ્લાની મોક્સી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો શિક્ષિકા પર આરોપ.. ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સારી રીતે વાંચતા ન આવડતા શિક્ષિકાએ લાકડીથી ઢોર માર માર્યાનો આરોપ.. શિક્ષિકાએ માર મારતા વિદ્યાર્થીને પીઠના ભાગે મારના નિશાન પણ જોવા મળી રહ્યા છે.. ઢોર માર મારતા વિદ્યાર્થીના પરિવારજનોએ પણ શિક્ષિકા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી.. તો શિક્ષિકાએ પણ ગઈકાલે જ વાલીની માફી માગી લીધી છે..