Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?

Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે? 

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા એટલે કે UCC લાગુ કરવાની દિશામાં મહત્વનું પગલુ ભરાયું.. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કર્યો.. ચાર ફેબ્રુઆરી 2025એ રચવામાં આવેલી આ કમિટીએ વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો છે.. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું.. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાય માટે સમાન કાયદાકીય માળખુ આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિએ સૂચવ્યું.. ખાસ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને પણ આ રિપોર્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી.. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ આ અહેવાલમાં ધ્યાન રાખવામાં આવ્યું.. UCC વિધેયક ગૃહમાં લાવવા માટે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા કરાઈ છે.. અને ચર્ચાના અંતે 24 માર્ચે વિધાનસભા ગૃહમાં UCC વિધેયક રજુ કરાશે.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola