Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

દેશ અને ગુજરાતમાં ખાંડના ભાવ ₹41.50થી વધી ₹60 આસપાસ પહોંચી ગયા છે. રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલો વેચાઈ રહી છે. સ્ટોક ઘટવા, ઇથેનોલ ઉત્પાદનમાં વપરાશ અને તહેવારોની માંગને કારણે આ ભાવવધારો થયો છે. કેન્દ્ર સરકારે જથ્થાબંધ વપરાશકર્તાઓ માટે સ્ટોક મર્યાદા 15 દિવસ કરી છે. જો પુરવઠો નહીં સુધરે તો ભાવ ₹70 સુધી પહોંચી શકે છે.

દેશ સહિત ગુજરાતમાં ખાંડના ભાવમાં મસમોટો ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં ખાંડના ભાવ ₹41.50થી વધીને ₹60ની આસપાસ પહોંચી ગયા છે. સામાન્ય ખાંડનો ભાવ અગાઉ પ્રતિ કિલો ₹38ની આસપાસ હતો, જે 1 જુલાઈએ વધીને ₹41.50 થયો હતો. હવે આ ભાવ પ્રતિ કિલો ₹60ની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે રિફાઇન્ડ ખાંડ ₹65 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વેપારીઓનું કહેવું છે કે, આટલા ઊંચા ભાવે પણ ખાંડ મેળવવી મુશ્કેલ બની રહી છે. જો મુખ્ય તહેવારો પહેલા પુરવઠાની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભાવ પ્રતિ કિલો ₹70 સુધી પહોંચી શકે છે, તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગત 1 જુલાઈએ GST સિવાય ગુજરાતમાં S/30 ગ્રેડ ખાંડનો એક્સ-મિલ ભાવ ₹4,001-4,031 પ્રતિ ક્વિન્ટલ અને M/30 ગ્રેડનો ભાવ ₹4,141-4,151 પ્રતિ ક્વિન્ટલ હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola