Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં ચોમાસું કેમ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં ચોમાસું કેમ?

શિયાળાની શરૂઆતમાં જ વર્ષોમાં ન થયું હોય તેવું માવઠું પહેલીવાર જોવા મળ્યું....એક-પાંચ ઈંચ નહીં...15-20 ઈંચ વરસાદ છેલ્લા 4 દિવસમાં કેટલા જિલ્લાઓમાં પડ્યો....અને એ એવા વિસ્તારો છે જ્યાં આખી સીઝનમાં આટલો વરસાદ વરસતો હતો આજથી ત્રણ દશક પહેલા....એનો મતલબ ઋતુચક્ર બદલાયું છે....ચોમાસાના દિવસો ઘટ્યા....પણ ચોમાસામાં આપણે જોયું હતું કે વરસાદની તીવ્રતા વધે છે....ઓછા સમયમાં એક સાથે વધુ વરસાદ ચોમાસા માંય ખાબકે છે....માવઠા પહેલા પણ આવતા હતા...પણ માવઠા પહેલા વરસાદી ઝાપટું હોતું હતું....પાંચ-પાંચ...દસ-દસ...પંદર-પંદર ઈંચ વરસાદ ત્રણ ચાર દિવસમાં નહોતો પડતો....જે ચોમાસામાં હેલી થાય તે પ્રકારનો વરસાદ હવે શરૂ થયો છે....આ સતત વધતું રહ્યું.....સામાન્ય રીતે એવું કહેવાતું કેરલથી શરૂ થયેલું ચોમાસું મુંબઈ પહોંચે....મુંબઈથી દક્ષિણ ગુજરાતના રસ્તેથી ગુજરાતમાં આવે...અને છેલ્લે ગુજરાતમાં પહોંચતું....અમરેલીનું વર્ષ 2015નું એ પૂર આપણે ભૂલ્યા નથી....ચોમાસાની શરૂઆત હતી અને ત્યાં પૂર આવ્યું હતું....કે જેની જમીન સૂકીભઠ્ઠ રહેલી છે એટલે તો ત્યાં ખેતી, મોટી જમીન હોવા છતાં ધારી થઈ શકેલી નથી....ચોમાસું પાક પણ ધાર્યો નહોતા લઈ શકતા કારણ કે એટલો વરસાદ નહોતો પડતો....છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે, દક્ષિણ ગુજરાતની અંદર અંદાજે 60-80 ઈંચ વરસાદ પડતો....હવે વર્ષમાં અહીં પણ 50-60 ઈંચ સુધીનો વરસાદ પહોંચી ગયો છે....અને શિયાળામાં 10-15 ઈંચ વરસાદ એવું બતાવે છે કે, ઋતુચક્ર આખું બદલાઈ રહ્યું છે....અમરેલી, સોમનાથ, કચ્છ આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદની માત્રા અચાનક વધવા લાગી છે....ભાવનગરમાં પણ આપણે જોયું એકસામટો વરસાદ પડી ગયો...અમરેલીમાં પણ પડી ગયો....સરકારે જે પાંચ જિલ્લા તારવ્યા તે પૈકીના મુખ્ય જિલ્લા હોય તે અમરેલી અને ભાવનગર છે.....
-----------------------
આખી બદલાયેલી પેટર્ન વિશે વાત કરીએ પણ પહેલા વાત કરી લઈએ આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 186 તાલુકામાં પડ્યો વરસાદ
24 તાલુકામાં 1થી 3 ઈંચ સુધીનો વરસાદ પડ્યો
ભાવનગરના મહુવામાં 3.19 ઈંચ
ભરૂચના હાંસોટમાં 2.72 ઈંચ
ભાવનગરના તળાજામાં 2.56 ઈંચ
ડાંગના સુબીરમાં 2.32 ઈંચ
સુરતના મહુવામાં 2.2 ઈંચ
ગાંધીનગર તાલુકામાં 2.09 ઈંચ
ગાંધીનગરના કલોલમાં 1.65 ઈંચ
મહેસાણાના કડીમાં 1.61 ઈંચ
સાબરકાંઠાના તલોદમાં 1.61 ઈંચ
ગાંધીનગરના દેહગામમાં 1.54 ઈંચ
ભાવનગરના પાલીતાણામાં 1.42 ઈંચ
સુરતના ઓલપાડમાં 1.42 ઈંચ
ભાવનગરના શિહોરમાં 1.38 ઈંચ
સાબરકાંઠાના પ્રાંતિજમાં 1.38 ઈંચ
સાબરકાંઠાના હિંમતનગરમાં 1.34 ઈંચ
વડોદરાના દેસરમાં 1.22 ઈંચ
તાપીના વાલોદમાં 1.14 ઈંચ
પંચમહાલના શહેરામાં 1.14 ઈંચ
વડોદરા તાલુકામાં 1.1 ઈંચ
અમરેલીના રાજુલામાં 1.06 ઈંચ
પંચમહાલના ગોધરામાં 1.06 ઈંચ
તાપીના કુકરમુંડામાં 1.02 ઈંચ
મહેસાણાના જોટાણામાં 1.02 ઈંચ
ગાંધીનગરના માણસામાં 1.02 ઈંચ
-----------------------------
આવતીકાલની આગાહી

આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે....
----------------------------
((ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024, મુજબ વિશ્વના 2600 પ્રદેશોનો અભ્યાસ બાદ ટોપ 50 પ્રદેશના ડોમેસ્ટિક ક્લાયમેય રિસ્કમાં ગુજરાત રાજ્યનો સમાવેશ છે....દેશના નવેક રાજ્યો ક્લાયમેટ રિસ્કના ભયના ઓઠા હેઠળ છે....રાજ્યની જ સંસ્થાઓમાં પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ અંગેના રિસર્ચમાં થયેલા અભ્યાસમાં એવું માલુમ પડ્યું છે....કે રાજ્યમાં વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે....સાથે એક્સ્ટ્રીમ વેધર ઈવેન્ટમાં વધારો જોવા મળ્યો છે....વરસાદની તીવ્રતામાં પરિવર્તન થતા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે....આ ઉપરાંત ગુજરાતમાં સરેરાશ વરસાદ વધ્યો છે....જેની સામે વરસાદી દિવસો ઘટ્યા છે....પર્યાવરણમાં થતા બદલાવની ચોમાસા પર અસર વર્તાઈ છે....વધુ પ્રમાણમાં વરસાદ પડતા લીલા દુકાળની પરિસ્થિતિ ઉભી થઈ છે....જેનું સ્પષ્ટ ઉદાહરણ બનાસકાંઠામાં જોવા મળ્યું છે....))

હવે આ પર્યાવરણના બદલાવના કારણે જે ઋતુચક્ર બદલાયું....ચોમાસાનો પાછોતરો વરસાદ કહેતા તો પણ બરાબર હતું....પણ આ પાછોતરો વરસાદ પણ નથી... વિદાય પછી પાછો આવેલો વરસાદ છે.....હવે આપણે આપણા કોઈ પણ પ્રસંગ, કોઈ પણ તહેવાર અત્યારસુધી કોઈ પણ લગ્ન સહિતના મોટા કાર્યક્રમો ચોઘડીયું પણ જોતા અને સીઝન પણ જોતા....હવે આપણે ન માત્ર વાવેતરમાં પણ કાર્યક્રમોમાં પણ બદલાવ કરવો પડશે....જેમણે વિચાર્યું હોય કે દેવદિવાળીના આજુબાજુમાં આપણે લગ્ન કરીશું...તેને પણ તૈયાર રહેવું પડશે ગમે ત્યારે વરસાદ પડે અને જે 15 જૂન પછી વરસાદ આવે તેવું વિચારવાવાળાએ પણ તૈયાર રહેવું પડશે ગમે ત્યારે પડી જશે....કેમ આવું થઈ રહ્યું છે....શું કારણ....કેવી રીતે થશે....આ વર્ષ કેવું રહ્યું....તેની શરૂઆત અંબાલાલ કાકાથી કરીએ....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola