Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા !

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : આપના ફંડનો ફંડા ! 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો... સુરત ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત ચોંકાવનારા 'પોલિટિકલ હવાલા કાંડ'નો પર્દાફાશ કર્યો છે.... દિલ્હીથી સુરત સુધી ફેલાયેલા આ નેટવર્ક દ્વારા છેલ્લા ચાર મહિનામાં 1 કરોડથી વધુની રકમ આંગડિયા મારફતે મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે... બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચે કરેલી તપાસમાં ખુલાસો થયો કે દિલ્લીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજા.. જેનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે.. હિમાંશુ હાલમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો અને નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો નજીકનો માણસ હોવાનું સામે આવ્યું છે.. તપાસમાં એ પણ ખુલાસો થયો કે હિમાંશુ દિલ્લીથી ફુંડ મોકલનાર તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હતો.. દિલ્લીથી જે ફંડ મોકલવામાં આવતુ હતુ તેને સુરતમાં સંભાળવાની જવાબદારી આકાશ મિશ્રા અને અજય તિવારીની હતી.. આકાશ મિશ્રા દિલ્લીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો પીએ રહી ચૂક્યો છે.. તે સુરતના પીપલોદમાં રહીને  આખુય ઓપરેશન ચલાવતો હતો.. આકાશ અને અજય તિવારી દિલ્લીથી આવતા નાણા મેળવીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવતા હોવાનો તપાસમાં ખુલાસો થયો.. જે નાણાનો ઉપયોગ રાજકીય ગતિવિધિઓ માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન પોલીસના હાથમાં એક મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ આવ્યું છે, જેમાં આંગડિયા પેઢીઓ મારફતે નાણાંની હેરાફેરી થતી સ્પષ્ટ દેખાય છે. પ્રાથમિક તપાસ મુજબ, આ નાણાં દિલ્હીથી સુરતના ચોક્કસ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા. પોલીસ હવે આ સીસીટીવીમાં દેખાતા અન્ય શખ્સો અને આંગડિયા સંચાલકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ આખી ચેઈનનો પર્દાફાશ થઈ શકે છે.....  હાલ તો ઉમરા પોલીસે સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ નોંધીને આ બંન્ને શખ્સોના સંપર્કમાં સુરતના કયા મોટા નેતાઓ હતા તેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે..  

ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ પાર્ટી પર કટાક્ષ કર્યો... ચૂંટણી સભામાં કહ્યું કે, આપનું ષડયંત્ર ખુલ્લુ પડ્યું.. આવનારા દિવસોમાં એક-એક કૌભાંડ સામે આવશે.. તો પગ નીચેથી જમીન સરકી જશે... 

મહીધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદ હિરેનભાઈ આંગડીયા પેઢી... આજ આંગડિયા પેઢી  મારફતે આશરે સવા કરોડ રૂપિયા દિલ્લીથી સુરત મોકલવામાં આવ્યા.. આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતા હિમાંશુ પાહુજાએ આંગડીયા પેઢીમાં પોતાની ઓળખ પનીરના વેપારી તરીકે આપી હતી.. દિલ્લીથી મોકલવામાં આવેલ નાણાને સુરતમાં આકાશ મિશ્રા રિસિવ કરતો હતો.. આંગડીયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે ખુલાસો કર્યો કે દિલ્લીથી હિમાંશુ નામની વ્યક્તિ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલે છે.. રોકડ રકમ લેવા માટે આકાશ મિશ્રા દર મહિને આંગડીયા પેઢી પર આવતો હતો.. હાલ પોલીસે આંગડીયા પેઢીના રેકોર્ડ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે.... 

તો આ જ મુદ્દે પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ યોગ્ય તપાસની માગ કરી.. આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવીને આ રીતે નાણા આવવા પાછળ ભાજપનો પણ હાથ ગણાવ્યો.. આટલુ જ નહીં.. હવાલાકાંડમાં નાણા ક્યાંથી આવ્યા.. ચૂંટણી સમયે કયા કામમાં આ નાણાનો ઉપયોગ થવાનો હતો તે અંગે પણ તપાસની માગ કરી.. 
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola