Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળાનું ઈન્જેક્શન !
આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરના બદલે પટ્ટાવાળો આપી રહ્યો છે દવા. આ વીડિયો છોટાઉદેપુરના મોટી કઢાઈ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે. ખુદ કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાએ આરોગ્ય કેન્દ્રમાં જઈ આ પોલંપોલ ખુલી પાડી. પહેલા વીડિયો અપસાઉન્ડ જોઈ લઈએ
વીડિયો સામે આવ્યા બાદ અમારા સંવાદદાતાએ મોટી કઢાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. અને પટ્ટાવાળાને પૂછ્યું તો તેમનું કહેવું હતું કે, ભારે વરસાદના કારણે ડૉક્ટર આવી શક્યા નહીં તેઓ એકલા એટલે દવા આપી. સાંભળી લો
આ આરોગ્ય કેન્દ્રના મુખ્ય MBBS ડૉક્ટર ક્વાટ તાલુકાના શેડીવાસણ ગામે કાર્યરત છે અને મોટી કઢાઈ ગામે તેઓ ચાર્જ હોય ત્યારે અઠવાડિયામાં બે દિવસ જ આ આરોગ્ય કેન્દ્ર પર આવે છે. બાકીના દિવસોમાં નર્સ અને પટ્ટાવાળાઓ દર્દીઓને દવા આપે છે. આરોગ્ય વિભાગના માતૃ બાળ આરોગ્ય અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. અને ઘટનાની જાણકારી લીધી હતી...તેમની સાથે મે વાત કરી છે તે સાંભળી અને જોઈ લઈએ....