
Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનના
Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનના
ફાંકી-પાન-મસાલા ખાતા બંધાણીઓને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ટકોર કરી...અને બહેનોને સલાહ આપી કે ભાઈઓ મોડી રાત સુધી સોસાયટીમાં નીચે બેસીને પાન મસાલા ખાઈને પીચકારીઓ મારે છે... અને ગપાટા મારે છે... જાઓ નીચે હાથમાં ધોકા લઈને.. બંધ કરાવો આ વ્યસન..આનાથી સ્વચ્છતા પણ જળવાશે..ગંદકી પણ દૂર થશે અને ભાઈઓ વહેલા ઘરે આવતા થઈ જશે....ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આ સલાહને ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સમર્થન આપ્યું....
વજુભાઈ વાળાએ ટકોર કરી યુવકોએ જરૂર છે વ્યસનમુક્ત થવાની.. ન માત્ર ટકોર કરી પણ સલાહ પણ આપી કે માવા-ફાંકી ખાનારાઓના મોઢા પર સેલોટેપ મારી દેવી જોઈએ.... એક મહિલા જ પરિવારને વ્યસનથી મુક્ત કરી શકે...
વજુભાઈએ તો ન માત્ર યુવકને પણ યુવતીઓને પણ ફેશન છોડવાની ટકોર કરી...વજુભાઈએ કહ્યું મહિલા ફેશનથી નહીં પણ સંસ્કારથી શોભે....