Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમ
કડીના બોરીસણ ગામે વધુ એક દર્દીની તબિયત બગડતા તેમને 108ની મદદથી સારવાર માટે લઇ જવાયા. ખ્યાતી હોસ્પીટલમાં આ દર્દીનું એન્જ્યોપ્લાસ્ટી કરાયુ હતું. દિનેશભાઇ સાધુ નામના વૃદ્ધને કેમ્પ દરમિયાન એજ્યુપ્લાસ્ટિ કરાયું હતું.
મહેસાણાના કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતા સીસીટીવી સામે આવ્યા છે. આ જે લક્ઝરી બસ આપ જોઈ રહ્યા છો. આ બસમાં જ કેમ્પમાંથી પીએમજય કાર્ડ ધરાવતા દર્દીઓને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવે છે. અહીંથી કેમ્પ યોજી 19 લોકોને આ બસમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ અને ઉત્તર ગુજરાત આસપાસના વિસ્તારોને ખાસ ટાર્ગેટ કર્યો. 2 વર્ષમાં અમદાવાદથી લઈ કડીના વાઘરોડા સુધીની 50 કિમીના વિસ્તારમાં યોજેલા કેમ્પમાં એન્જિયોપ્લાસ્ટી કરી 8 લોકોના જીવ લઈ લીધા. જ્યારે અનેક લોકોને ગંભીર સમસ્યાઓ થઈ હતી. ખ્યાતિ હોસ્પિટલના તાર મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા છે. પ્રશાંત વજીરાણી દર મંગળવારે ભાગ્યોદય હોસ્પિટલમાં આવતા હતા. છેલ્લા અઢી વર્ષથી તેઓ ભાગ્યોદય હોસ્પિટલ સાથે જોડાયેલા છે. જ્યાં અત્યાર સુધી તેમણે 2 હજાર 700 એન્જિયોગ્રાફી અને 11 એન્જિયોપ્લાસ્ટી કરી હતી.. અહીં પણ કેટલાક દર્દીના મોત થયાનો આરોપ છે, પરંતુ સમગ્ર મુદ્દે હોસ્પિટલના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો.