Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદા

Continues below advertisement

રાજ્યના વીજ ગ્રાહકોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય કરીને ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કર્યો. ઊર્જા વિભાગના આ નિર્ણયથી રાજ્યના એક કરોડ 75 લાખથી વધુ વીજ ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 વચ્ચે કરેલ વીજ વપરાશ પર અંદાજિત એક હજાર 120 કરોડનો લાભ થશે.  જો આપનો 100 યુનિટનો વપરાશ હોય અને તેના પર હાલનો ફ્યુઅલ સરચાર્જ 2.85 રૂપિયા ગણીએ તો તે 285 રૂપિયા થાય. પરંતુ હવે તેમાં 40 પૈસાનો ઘટાડો થતા ફ્યુઅલ સરચાર્જ 2.45 રૂપિયા થાય છે. આમ 100 યુનિટ વીજળીએ વીજ ગ્રાહકોને 40 રૂપિયાનો ફાયદો થશે. રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ચાલુ વર્ષે અસરકારક રીતે ફ્યુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે.. સાથે યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ કરીદના દરને ધ્યાને લઈ સરકારે ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કર્યો છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram