Hun To Bolish : હું તો બોલીશ : પ્રાણીઓએ કેમ છોડ્યું જંગલ?
આજે વિશ્વ પર્યાવરણ દિવસ.. આ દિવસે ખાસ વાત કરવી છે પ્રાણીઓએ કેમ છોડ્યું જંગલના વિશે. કેમ રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ આવવા મજબૂર બન્યા છે. કોના પાપે જંગલોનું નિકંદન થઈ રહ્યું છે. કોણે જંગલોમાં દબાણ ઉભું કરી નાખ્યું છે.
3 જૂને ગીર સોમનાથના લાખપરામાં દીપડાના હુમલામાં ખેડૂતનું મૃત્યુ થયું.. નારણ પીઠીયા નામના ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં રખોપું કરતા હતા. મોડી રાત્રે દીપડો આવ્યો અને ગળાના ભાગે પકડીને દીપડો 50 મીટર સુધી ઢસડી ગયો. સવારે પરિજનો ખેતરે પહોંચ્યા તો નારણભાઈનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હતો. 8 મેએ ગીર ગઢડાના દ્રોણ વસાહતમાં માલધારી યુવક પર સિંહણે હુમલો કર્યો. શિવરાજ રાતડીયા નામનો યુવક હનુમાન મંદિર વિસ્તારમાં પશુ ચરાવી રહ્યો હતો. ત્યારે સિંહણે પાછળથી હુમલો કર્યો.. સિંહણના હુમલામાં શિવરાજને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
29 મેએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવણ ગામે દીપડાએ 9 વર્ષની બાળકી પર હુમલો કર્યો. ગામના ભાગોળે બાળકો રમતા હતા અને અચાનક દીપડો આવ્યો અને બાળકીને ખેંચી ગયો. બાળકીના પિતા તેની પાછળ દોડ્યા. તો દીપડો નજીકના ખેતરમાં બાળકીને છોડી જતો રહ્યો. આ ઘટનામાં બાળકીનું મૃત્યુ થઈ ગયું.