ABP News

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?

Continues below advertisement

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં એક યુવક તેની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા વાઘના પાંજરામાં ઘૂસી ગયો. 26 વર્ષનો યુવક અરુણ પાસવાન કાંકરિયામાં ફરવા માટે આવ્યો હતો. અને અચાનક વાઘના ઓપન પાંજરામાં લાગેલી 20 ફૂટ ઉંચી લોખંડની જાળી કૂદીને પાંજરામાં આવેલા ઝાડ પર ચડી ગયો. આ સમયે વાઘ પણ ત્યાં નીચે જ હતો. ઝાડ પર ચડ્યા બાદ યુવકનો પગ લપસતા માંડ માંડ બચ્યો. હાજર લોકોએ બુમાબુમ કરતા ઝૂના સિક્યોરિટી સ્ટાફ દોડી આવ્યો અને વાઘને બીજા પાંજરામાં લઈ જઈને યુવકને મહામુસીબતે બહાર કાઢ્યો. ત્યાર બાદ પોલીસ પણ આવી અને યુવકની ધરપકડ કરી. તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની પ્રેમિકાએ તેને વાઘના પાંજરામાં જવાની વાત કરી હતી. જેથી પ્રેમિકાને આકર્ષિત કરવા માટે યુવકે આ કૃત્ય કર્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram