Hun To Bolish : હું તો બોલીશ : સાયકો કિલરનું એન્કાઉન્ટર

ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે સાઈકો કિલર વિપુલ પરમારનું પોલીસે એકાઉન્ટર કર્યું. અમદાવાદના યુવક અને મોડેલ વૈભવ મનવાણીના મર્ડર-લૂંટ કેસમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન સાઈકો કિલર વિપુલ પરમારે પોલીસની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. આરોપી વિપુલ પરમારે પોલીસ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું,. પોલીસની ગાડી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું...પોલીસના ફાયરિંગમાં 3 ગોળી આરોપીને વાગી હોવાની માહિતી છે. તો પોલીસકર્મી રાજેન્દ્રસિંહને ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયા. સામે પોલીસના ફાયરિંગમાં સાયકો કિલર વિપુલનું મોત થયું..20 સપ્ટેમ્બરે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે લૂંટના ઇરાદે આવેલા વિપુલ પરમારે  મોડેલ વૈભવ મનવાણીની  છરીના ઘા મારી હત્યા કરી હતી. પોલીસે 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લીધો. 

અમદાવાદમાં 11 સપ્ટેમ્બરે કુખ્યાત સંગ્રામસિંહ સિકરવાર નામના આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવી ભાગવાની કોશિશ કરી હતી. દરમિયાન  ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયર થયા હતાં, જેમાં એક ગોળી સંગ્રામસિંહના પગમાં વાગી હતી. રામોલમાં જમીનદલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરનારી વ્યક્તિનું કુખ્યાત સંગ્રામસિંહ અને તેના સાગરીતોએ અપહરણ કરીને દાગીના સહિત 53 લાખની લૂંટ કરી હતી... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola