Hun To Bolish : હું તો બોલીશ : રાહતનો 'પાસ

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ મુદ્દે કરી મોટી જાહેરાત. આ જાહેરાતથી નિયમિત ધોરણે મુસાફરી કરતા ખાનગી વાહનચાલકોને લાભ થશે. નીતિન ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. જેની કિંમત 3 હજાર રૂપિયા છે...જે એક વર્ષ અથવા 200 ટ્રિપ માટે માન્ય રહેશે. નવો વાર્ષિક પાસ 15 ઓગસ્ટ, 2025થી અમલમાં મૂકાશે. આ પાસ માત્ર નોન-કોમર્શિયલ ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે. જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે. વાર્ષિક પાસ જાહેર કરવાનો ઉદ્દેશ 60 કિલોમીટરના એરિયામાં આવેલા ટોલ પ્લાઝા જેવા મુદ્દાઓનું સમાધાન કરવાનો છે...એક ડિઝિટલ લેણદેણ દ્વારા ટોલની ચુકવણી સરળ બનાવવાનો છે...તથા ટોલ પ્લાઝા પર વેઈટિંગ ટાઈમ ઘટાડવાનો...ટ્રાફિક ઓછી કરવાનો....ટોલ કલેક્ટર્સ અને ડ્રાઈવરો વચ્ચેના વિવાદનો અંત લાવવાનો પણ આ પાસનો હેતુ છે....વાર્ષિક પાસના એક્ટિવેશન અને રિન્યુએબલ માટે રાજમાર્ગ યાત્રા એપ અને  NHAI/ MoRTHની વેબસાઇટ પર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે....

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola