Hun To Bolish : હું તો બોલીશ : સાચું ધન

Continues below advertisement

આજે છે ધનતેરસનો પાવન પ્રસંગ. ધનતેરસ એટલે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીના આગમનનો દિવસ.. આ દિવસે આપણે ઘરમાં નવી વસ્તુઓ,વાસણો,સોના-ચાંદી લઈએ છીએ...મા લક્ષ્મી અને કુબેરજીનું પૂજન કરીએ છીએ. મા લક્ષ્મીને રિઝવવા માટે  પણ એનાથી પણ મહત્વની એક પરંપરા છે — ઘરની લક્ષ્મીની એટલે કે દિકરીની પૂજા. કારણ કે દિકરી પોતે જ છે માતા લક્ષ્મીજીનું સ્વરૂપ. એટલે જ એવું કહેવાય કે જ્યાં દિકરીનું સન્માન થાય છે, ત્યાં લક્ષ્મીજીનો નિવાસ રહે છે. ધનતેરસના દિવસે દિકરીને તિલક કરીને,તેની આરતી ઉતારીને,તેને આશીર્વાદ આપવા — એ માત્ર રીત નથી, એ આપણા સંસ્કાર છે..માત્ર ધનતેરસનો જ દિવસ નહીં,નવું ઘર ,ગાડી કે કોઈ પ શુભ કાર્ય આપણે આપણી ઘરની લક્ષ્મીના હાછે કરાવીએ છીએ. જે ઘરમાં ઘરની દિકરીને પ્રેમથી પૂજવામાં આવે, એને સાચું માન આપવામાં આવે. એ જ ઘરનું ભાગ્ય ઉજળું હોય છે!. કારણ કે આપણી દિકરીઓ જ છે આપણું સાચું ધન. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola