
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?
આંખોમાં આંસુ સાથે આ મહિલા જે પોતાનું દર્દ વ્યક્ત કરી રહી છે. તેની પાછળનું કારણ છે, ધરમના ધક્કા. આ મહિલા છેલ્લા 20-25 દિવસથી જન્મનો દાખલો મેળવવા 15 કિલોમીટર દૂર લાંભવેલથી નડિયાદ કલેક્ટર કચેરી સતત ધક્કા ખાઈ રહી છે. ભાડાનાં મકાનમાં રહેતી મહિલાનો જન્મનો દાખલો ગુમ થઈ ગયો હતો. નવો જન્મનો દાખલો કઢાવવા માટે અહીં અનેક અનેક બહાને આ મહિલાને ધક્કા ખવડાવી રહ્યા છે. પણ કામ નથી થઈ રહ્યું...આવો સાંભળીએ આ મહિલાનું દર્દ.
ખેડાની જેમ અમદાવાદમાં પણ જન્મ મરણના સર્ટિફિકેટમાં નામ સુધારવા ધરમ ધક્કા ખાય છે અરજદારો. જમાલપુર આરોગ્ય ભવનમાં અમરત પ્રજાપતિ નામના અરજદાર છેલ્લા એક મહિનાથી તેમની માતાનું નામ કોમ્પ્યુટરમાં અલગ ટાઈપ થઈ ગયું હોવાથી સુધારવા માટે ધક્કા ખાય છે. કચેરીએ આવ્યા બાદ કર્મચારીઓ અલગ અલગ બહાના કાઢી અરજદારોના કામ પૂર્ણ નથી કરતા જેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે.