Hun To Bolish : હું તો બોલીશ : સત્કાર્ય સૌનું, ડંફાસ નેતાજીની
12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. જેમાં રાજ્યના 18 જિલ્લાના મૃતકો નોંધાયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના DNA ટેસ્ટ થઈ રહ્યા છે. જેમના DNA મેચ થઈ રહ્યા છે તેમને મૃતદેહો સોંપવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારસુધીમાં 11 લોકોના DNA મેચ થયા છે. ત્રણ મૃતદેહોની ઓળખ થતા તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. દરેક મૃતદેહને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ડેડબોડી વાન, એમ્બ્યુલન્સ અને ICU ઓન વ્હીલ મંગાવવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જે મૃતકના પરિવારજનો મૃતદેહ લેવા આવી રહ્યા છે તેઓને સાથે મરણ સર્ટિફિકેટ પણ ત્યાં જ આપવામાં આવી રહ્યું છે. 230 ટીમ બનાવીને પ્રશાસન તમામ કામગીરી કરી રહ્યું છે.. રાજ્ય અને કેન્દ્રના કોલ સેન્ટર પણ કાર્યરત છે.. નશ્વર અવશેષોને તેમના કુટુંબીજનોને ઝડપથી પહોંચાડી શકાય તે માટે હોસ્પિટલ પ્રશાસન, જિલ્લા વહીવટી પ્રશાસન અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મદદ માટે 5 IAS અધિકારીઓ, 25 અધિક/નાયબ કલેકટર, 25 મામલતદાર કામગીરી કરી રહ્યા છે. 36 ફોરેન્સિક એક્સપર્ટ 3 દિવસથી સતત કામ કરી રહ્યાં છે....નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં પણ રાત દિવસ કામ ચાલુ છે....જલ્દીથી પ્રક્રિયા પૂરી થાય તેવો પ્રયત્ન ચાલુ છે....દુર્ઘટનામાં જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ સ્વસ્થ છે....વિમાન દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલની ક્ષતિગ્રસ્ત થયેલી 5 ઈમારતો ખાલી કરાવાઈ...150થી વધુ રેસિડેન્ટસને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા...વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના કરવામાં આવી છે...નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં કમિટી બનાવી છે....3 મહિનામાં આ કમિટી તપાસનો રિપોર્ટ સોંપશે....બીજી તરફ દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોને સોંપાઈ છે...એયર ઈન્ડિયાના બોઈંગ 787ની સુરક્ષાની તપાસ DGCAના નિર્દેશ બાદ એયર ઈન્ડિયાએ શરૂ કરી છે....અત્યાર સુધી નવ 787 બોઈંગ વિમાનની તપાસ પૂર્ણ કરાઈ છે....અન્ય 24 બોઈંગ વિમાનની સમયસીમામાં તપાસ કરાશે...