Hun To Bolish : હું તો બોલીશ : તારીખ પર તારીખ નહીં
ભરૂચના ઝઘડીયામાં બાળકીના અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી. 16 ડિસેમ્બર 2024માં વિજય પાસવાન નામના આરોપીએ લાકડા વિણતી બાળકીનું અપહરણ કરીને પહેલા દુષ્કર્મ આચર્યું. બાદમાં બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી હત્યા કરી હતી. અપહરણ, દુષ્કર્મ અને હત્યાના આરોપમાં પોલીસે આરોપી વિજય પાસવાનની ધરપકડ કરી હતી. 72 દિવસમાં પોલીસ અને સરકારી વકીલે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને મજબુત દલીલ કરતા કોર્ટે વિજય પાસવાન નામના આરોપીને ફાંસીની સજા ફટકારી છે.. આ એ જ ઝારખંડથી આવેલા ગરીબ શ્રમિક પરિવારની દીકરીનો કેસ હતો. ત્યારે હેમંત સોરેન સરકારના મંત્રી દીપિકા પાંડે સિંઘ વડોદરા પહોંચી કીધું હતું કે, અન્ય રાજ્યમાં સારવારની જરૂર પડી તો બાળકીને એરલિફ્ટ પણ કરીશું. જો કે, દીકરીને તો બચાવી ન શક્યા પણ. આ કેસને 'રેરેસ્ટ ઓફ રેર' શ્રેણીમાં ગણીને દીકરીને ઝડપી ન્યાય અપાવવામાં આવ્યો છે.