Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
મહેસાણા તાલુકાના બદલપુરા ગામના પરિવારને પોર્ટુગલનું કહી લીબિયામાં અપહરણ કરીને બનાવી દેવાયા બંધક....અપહરણકારોએ યુવક,તેની પત્ની અને ત્રણ વર્ષની પુત્રીને બંધક બનાવીને પરિવાર પાસે 2 કરોડની ખંડણી માગી....જેથી અપહ્યત સ્વજનોને છોડાવવા માટે પરિવારે સ્થાનિક પોલીસ,આગેવાનોનો કર્યો સંપર્ક...બદલપુરામાં રહેતા અને છત્રાલ GIDCમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે તૈયારી કરી હતી પોર્ટુગલ જવાની....યુરોપમાં સ્થાયી થયેલા પોતાના મોટા ભાઈની માફક પોર્ટુગલમાં સ્થાયી થવાનું હતું સપનું...પરિવારના આરોપ મુજબ એજન્ટ હર્ષિત મહેતાએ ત્રણેયના યુરોપ જવાની વ્યવસ્થા કરી હતી...દુબઈ સુધીનું તમામ પ્લાનિંગ હર્ષિત મહેતા નામના શખ્સે કર્યું...બાદમાં આગળ કયા દેશમાં જવાનું પૂછતા કોઈ જાણકારી નહોતી આપી...પરંતુ દુબઈથી પરિવારને સીધા લીબિયાના બેંગાજી સિટીમાં ઉતાર્યા...ત્યાં બંધક બનાવી વિડીયો બનાવી મહેસાણામાં પરિવાર પાસે ખંડણીની માગ કરી છે...એટલું જ નહીં ત્રણેયને અલગ રાખ્યા છે....પત્ની અને દીકરી ક્યાં છે તે પતિને કોઈ જાણ નથી....કડકડતી ઠંડીમાં સ્વેટર પણ નથી આપ્યું...કોઈ સામાન નથી આપવામાં આવતો...સતત ટોર્ચર કરવામાં આવે છે.....પરિવારની બસ એક જ માગ છે કે તેમના સ્વજનો જલદી ભારત સહીસલામત પરત આવે....