Hun To Bolish : હું તો બોલીશ : 'તોડ'માપ?
તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ ખુદ ભાજપના જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કર્યો. વાત એમ છે કે, સાંસદ રામ મોકરિયા પાસે એક ફરિયાદ આવી હતી કે, સેન્ડી ફેક્ટરીના માલિક હરિસિંહ સુચારીયા પાસેથી તોલમાપ ખાતાના અધિકારીએ 25 હજારની રૂપિયાની લાંચ માંગી. મંગળવારે સાંજે પાંચ વાગ્યે તોલમાપના અધિકારી બંસીલાલ ચૌહાણે સેન્ડી કંપનીના મિક્સરમાં પેકિંગ અને પ્રાઈઝની ખામીને લઈને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.. બાદમાં હરિસિંહ સુચારીયા પાસેથી 25 હજારની લાંચ પણ લીધી હતી.. જે અંગે હરિસિંહે સાંસદને ફોન કરતા બંસીલાલ ચૌહાણે તાત્કાલિક લાંચની રકમ પરત કરી દીધી હતી. આજે સવારે અધિકારી બંસીલાલ ચૌહાણ રામભાઈ મોકરીયાને તેમની ઓફિસે મળવા માટે ગયા. જ્યાં મીડિયાકર્મીઓને જોઈને તેઓ ભાગમભાગ કરવા લાગ્યા. બંસીલાલ ચૌહાણ તોલમાપ વિભાગના મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવે છે.. એબીપી અસ્મિતાની ટીમ તેમની ઓફિસ પહોંચી તો બંસીલાલ પોતાની ઓફિસથી ફરાર થઈ ગયા હતા. જો કે જેમના પર લાંચ લેવાનો આરોપ છે તેવા બંસીલાલની ઓફિસની બહાર લાંશ રૂશ્વત વિભાગનું બોર્ડ લાગેલું જોવા મળ્યું....એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે દરેક પ્રજાના પ્રતિનિધિએ આવી જ રીતે અવાજ ઉઠાવવો જોઈએ...આવા જ અધિકારીઓને લીધે સરકારની છબી ખરડાય છે...