હું તો બોલીશઃ ટોલ તો પણ ખાડા પૂરો

કચ્છ જિલ્લામાં તૂટેલા હાઈવેને લઈને 45 હજાર વાહનના પૈડા થંભી ગયા હતા. કચ્છ જિલ્લો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા મથકોમાં બીજા ક્રમે આવે છે. જો કે, અહીં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહનચાલકો રોષે ભરાયા અને 'નો રોડ નો ટોલ'ની મુહિમ હેઠળ ટ્રાન્સપોર્ટસ એસોસિએશનના વિવિધ મંડળોએ આંદોલન શરૂ કરી દીધું. ટ્રાંસપોટર્સે બ્લેડ ડેના બેનર સાથે વિરોધ કર્યો હતો. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સામખીયાળી ટોલ પ્લાઝા પર દૈનિક 20થી 22 હજાર માલવાહક વાહનોની અવરજવર છે. દરરોજ લગભગ 80 લાખથી વધુનો ટોલ ચૂકવવા છતાં વાહન ધારકોને સરળ રસ્તા મળતા નથી. બિસ્માર માર્ગોના કારણે સતત વાહન અકસ્માતની ઘટના બને છે અને ગાડીઓમાં ભારે નુકસાન પહોંચે છે. અનેક રજૂઆતો કરી છતાં નિવારણ ન આવતા આખરે વાહનચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola