Hun To Bolish : હું તો બોલીશ : વર્દી પર દારૂનો દાગ?

Continues below advertisement

દારૂ પકડનાર પોલીસ પર જ લાગ્યો છે દારૂ ચોરવાનો આરોપ. ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની. જ્યાં પોલીસે પકડેલા દારૂની ASIએ ચોરી કરી. ગીર ગઢડા અને ઉના પોલીસે પકડેલા દારૂના જથ્થાનો બુધવારે નાશ કરાયો. દારૂનો આ જથ્થો પોલીસ સ્ટેશનથી શુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ સુધી લઈ જવાતો હતો, એ સમયે ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મનુ વાજાએ દારૂની 28 બોટલની ચોરી કરી. ASI મનુ વાજાએ દારૂના જથ્થામાંથી બે કોથડા અને 2 બેગ ભરેલો દારૂ. પોલીસ પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છૂપાવી દીધો હતો. જાગ્રત નાગરિકોએ કારના દરવાજાઓ ખોલાવતાં બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂનો જથ્થો આ ખાનગી કારમાંથી મળ્યો. આ મુદ્દે DySPને જાણ કરવામાં આવી. હાલ તો ASIની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવાઈ છે. સમગ્ર મુદ્દે DySPએ તપાસના આદેશ આપ્યા છે. જોકે આ દારૂ સાથે પોલીસકર્મી પકડાતા PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો શું ઊધડો લીધો...જોઈ લો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram