Hun To Bolish : હું તો બોલીશ : વરસાદી વિનાશ બાદ વાવાઝોડું ?
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે.. 36 કલાક બાદ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની આગાહી છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે એક સપ્તાહ વરસાદ વરસશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે.
સુરતમાં પવન સાથે વરસ્યો વરસાદ. ધોધમાર વરસાદથી ઠેર ઠેર સર્જાયા જળબંબાકારના દ્રશ્યો. રોડ-રસ્તાઓ થયા પાણી પાણી. તો કેટલાક ઠેકાણે મહાનગર પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ. ત્રણ દિવસના ઉકળાટ બાદ સુરતમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો. અડાજણ, પાલ, રાંદેર, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદ વરસતા અશ્વિનીકુમાર ગરનાળા, ડભોલી હરિદર્શનના ખાડામાં વરસાદી પાણી ભરાયા. વરાછાના ભવાની સર્કલ, ગજેરા સર્કલ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા. પવન સાથે વરસેલા વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની. શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. ન માત્ર સુરત શહેર, ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.. ઓલપાડ, કામરેજ,કીમ, કોસંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ઓલપાડમાં વરસેલા વરસાદથી સરસ ગામમાં વીજળી પડી.. વીજળી પડતા ખેતરમાં કામ કરતી મહિલાનું મોત નિપજ્યુ.. તો માંડવી તાલુકાના તડકેશ્વર ગામના પ્રવેશ દ્વાર પર જ વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો..