Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશ
વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી દુકાનદારે ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો .નરેશ કેસરીચંદ નામના વેપારી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની દુકાન ચલાવે છે. સંતોષ ભાવસાર નામના શખ્સ પાસે તેમણે થોડા થોડા કરી વર્ષ 2012થી 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 47 લાખની સામે અત્યારસુધી પોણા 2 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં સંતોષ ભાવસાર ધાકધમકી આપી ઉઘરાણી કરતો હતો. આરોપ હતો કે, સંતોષનો ઈરાદો તેમની 80 લાખની દુકાન પચાવી પાડવાનો હતો. અંતે કંટાળી દુકાનદારે ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાની કોશિશ કરી.. પોલીસે ગુનો નોંધી આરોપી વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી. જો કે આ વ્યાજખોરને હાલ જામીન મળી ગયા છે.. આરોપી સંતોષ ભાવસાર લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતો હતો.
સુરતમાં ગઈકાલે મહિલા વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. વર્ષ 2022માં નૂરજહાં બીબી ઈકબાલ શેખ નામની મહિલાએ. ઝરીના પઠાણ પાસેથી ટુકડે ટુકડે 3 લાખ 65 હજારની રકમ વ્યાજ પેટે લીધી હતી. જેના અવેજમાં 8 લાખ 30 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી.. છતાં વધુ વ્યાજ અને મુદ્દલ માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવા અને ઘર ઉપર કબજો કરવાની ધમકી આપી હતી. 30 નવેમ્બરે ગભરાયેલી મહિલાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે મહિલાના પુત્ર મોહમ્મદ ઇસરાદ મોહમ્મદ ઈકબાલ શેખે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી