Hun to Bolish | હું તો બોલીશ | આ દૂષણ કોના પાપે?

અમદાવાદની સાબરમતી નદી. જેને જોઈ અમદાવાદમાં રહેતા લોકો ભલે ગર્વ અનુભવતા હોય, પણ વિશાલા પાસે સાબરમતી નદીના પટનો વીડિયો જોતા કાળા પાણીવાળું કેમિકલયુક્ત પાણીનું નાળું માત્ર બની જાય છે.

અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી બેફામ રીતે છોડવામાં આવી રહ્યું છે.  ત્યારે સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે વાયરલ વીડિયોને આધારે  હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જેમાં કોર્ટે સરકારની ઝાટકણી કાઢી.

સુઓમોટો અરજીમાં હાઈકોર્ટ કહ્યું કે બસ બહુ થયું.. બધા કોર્ટ સાથે સંતાકૂકડી રમે છે, અમારી આંખમાં ધૂળ નખાઈ રહી છે.

હાઈકોર્ટ પાસે વિશાલા પાસે સાબરમતી નદીના પટનો વીડિયો આવ્યો હતો, જેમાં કેમિકલયુક્ત પાણીનો ધોધ નદીમાં વહી રહ્યો છે. અહીં આવાં બે નાળાં આવેલાં છે.. જેમાંથી કેમિકલયુકત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈ GPCB, AMC, જોઇન્ટ ટાસ્ક ફોર્સની ઝાટકણી કાઢી. અને GPCBને કેટલાક સવાલો કર્યા. અને શુક્રવાર સુધીમાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો

કોર્ટને જણાવાયું કે ઔદ્યોગિક ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPમાંથી ટ્રીટ કરાયા બાદ MEGA-અહેમદાબાદ મેગા ક્લીન એસોસિયેશનની પાઇપલાઇન થકી સાબરમતીમાં છોડવામાં આવે છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) આમાંથી નીકળતા પાણી અને પ્લાન્ટનું નિરીક્ષણ કરે છે. 
 
કોર્ટને જણાવાયું હતું કે બંને નાળાંમાંથી એક-એક દિવસે કેમિકલયુક્ત પાણી સાબરમતીમાં છોડવામાં આવે છે. આ બાબત અગાઉ કોર્ટના હુકમથી રચાયેલી ટાસ્કફોર્સના ધ્યાનમાં આવી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola