Hun To Bolish : દારૂ મળશે, પાણી ગોતી લો ! । abp Asmita

Continues below advertisement

Hun To Bolish : દારૂ મળશે, પાણી ગોતી લો ! । abp Asmita

 

રાજ્યના મોટાભાગના શહેરોમાં પાણીની પારાયણ છે, લોકોને પીવાનું પુરતું પાણી પણ નથી મળતુ, અને બીજી તરફ દારૂની રેલમછેલ છે, બેરોકટોક પણે દારૂ વેચાય છે, અને પીવાય પણ છે, પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી જોઈતું હોય તો વલખા મારવા પડી રહ્યા છે, પ્રશાસનને લોકો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે, સાવરકુંડલાનું ગાધકડા ગામમાં 15 થી 20 દિવસે પાણી આવે છે, અને એ પણ પુરતું નથી મળતું, ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન છે સરપંચ વગર ગ્રામ પંચાયત છે ત્યારે લોકોનું કહેવું છે કે ભૂખ્યા રહેવું મંજૂર પણ પાણી વગર ચાલતું નથી ગ્રામ પંચાયતના ચાર બોર અને બે પાણીના ટાંકા મંજૂર થયા પંચાયતે ડિપોઝિટ ભરી દીધી પરંતુ હજુ સુધી બોર કે ટાંકા બનાવાયા નથી તો  તાલુકા પંચાયત પ્રમુખે લુલો બચાવ કર્યો કે વાલમેનની અનિયમતાના કારણે પાણીની સમસ્યા ઉદભવી.... પાણી પુરવઠા દ્વારા રેગ્યુલર નર્મદાનું પાણી આપવામાં આવતું હોવાનો લૂલો બચાવ કર્યો... 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram