Hun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

Continues below advertisement

Hun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp Asmita

 

જવાહર ચાવડા 2019માં કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને રૂપાણી સરકારમાં પ્રવાસન મંત્રી પણ બન્યા હતા જો કે, 2022ની વિધાનસભા ચૂંટણી માણાવદરથી અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા બાદમાં અરવિંદ લાડાણી પણ કૉંગ્રેસ છોડી જોડાઈ ગયા ભાજપમાં અને પેટાચૂંટણીમાં તેઓ ફરી ધારાસભ્યપદે ચૂંટાયા, લોકસભા ચૂંટણી વખતે જવાહર ચાવડા વિદેશ ચાલ્યા ગયા હતા અને ભાજપનો પ્રચાર નહોતો કર્યો, જેને લઈ માંડવિયાએ ટોણો માર્યો, જેને લઈ જવાહર ચાવડાએ વીડિયોથી મનસુખ માંડવિયાને જવાબ તો આપ્યો,  સાથે જ સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્લેટફોર્મ પરથી ભાજપનું કમળ પણ હટાવી દીધું, સાથે શબ્દબાણ છોડ્યા, અને પોતાના કાર્યકાળ દરમિયાન ડાર્ક ઝોન, BPL કાર્ડ  સહિતના કામોને એક-એક કરીને ગણાવ્યા, બાદમાં મનસુખ માંડવિયાને ટોણો માર્યો કે, કદાચ તમને આ બધું ખબર નહીં હોય, જવાહર ચાવડાએ દાવો કર્યો કે, તેમણે કરેલા કામોથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વાકેફ છે, અને વિધાનસભામાં પણ તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી, એવામાં માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રભારી દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર પ્રહાર કર્યા, દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાની લોકપ્રિયતા પર ઉઠાવ્યા સવાલ, જો કે, દિનેશ ખટારિયાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં થયો વાયરલ, આ વીડિયો છે એ સમયનો, જ્યારે જવાહર ચાવડા કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા, એ સમયે દિનેશ ખટારિયાએ જવાહર ચાવડાના ભરપૂર પ્રશંસા કરી હતી, અને હવે તેઓ આલોચના કરી રહ્યા છે..આ મુદ્દે દિનેશ ખટારિયાનું કહેવું છે કે, જવાહર ચાવડાના ભાજપમાં જોડાતી વખતે આગેવાન તરીકે સ્વાગત કર્યું હતું, પણ હવે જવાહર ચાવડાની લોકપ્રિયતા પતી ગઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram