કોરોનાની આ રસીની અસર છ મહિના જ રહે છે, કોના સર્વેએ વધારી ચિંતા?
Continues below advertisement
કોરોનાની મહામારીમાં વેક્સિન જ એક રક્ષા કવચ છે. આ સ્થિતિમાં વેક્સિનના સાઇડ ઇફેક્ટથી લઇને તેના અસરકારકતા પર સમયાંતરે શોધ થતી રહે છે.કોરોના વેક્સિન સાથે જોડાયેલા શોધમાં જણાવવવામાં આવ્યું કે,માત્ર 6 મહિના બાદ કોરોના રસીની અસર ધીમે ધીમે ખતમ થઇ જાય છે.
કોરોનાની જંગ સામે લડત આપતી વેક્સિન મુદ્દે તાજેતરમાં જ એક રિસર્ચ થયું હતું. તેની અસરકારતા કેટલા સમય સુધી રહી છે. તે મુદ્દે રિસર્ચ થયું હતું. જેના તારણે ચિંતા વધારી છે. બ્રિટેનમાં થયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, 6 મહિના બાદ કોરોનાની વેક્સિનનીઅ અસર ઓછી થઇ જાય છે. રિસર્ચમાં એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવે. બ્રિટેનમાં થયેલ આ રિસર્ચ ફાઇઝર/બાયોટેક અને ઓકસફોર્ડ/એસ્ટ્રેજનેકા કોવિડ વેક્સિનને લઇને કરવામાં આવી છે.
Continues below advertisement