વહેલી સવારનો કુમળો તડકો તમને બચાવશે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી....
શિયાળામાં સવારનો કુમળો તડકો ખૂબજ ફાયદાકારક હોય છે... એક તો તે ઠંડીથી રાહત આપે છે.. બીજુ તેનાથી વિટામીન-D પણ મળી રહે છે... પરંતુ આ તડકાથી તમે ઓમિક્રોનથી પણ બચી શકો છો... જી હા શિયાળાની ઋતુમાં તડકાથી માત્ર શરીરને જ ગરમી નથી મળતી પરંતુ તે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે... સાથે જ શરીરમાં વિટામીન-Dની ઉણપને પણ દૂર કરી દે છે... સનલાઈટ વિટામિન-Dનો નેચરલ અને સૌથી સારો સ્ત્રોત છે... આ સિવાય તે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપને પણ દૂર કરવામાં મદદ કરે છે... કોરોના સામે લડવા માટે પણ વિટામિન-Dની યોગ્ય માત્રા હોવી જરૂરી છે... જો વિટામિન-Dની માત્રા ઓછી થઈ જાય તો બીમારીઓ થઈ શકે છે... તડકામાં બેસવાથી 90 ટકા વિટામિન-D શરીરને મળે છે... સૂર્યના આ તાપના કારણે હાડકા અને માંસપેશીઓ મજબૂત બને છે... જો તમને શરીરમાં દુખાવો થાય,ઘૂંટણ દુખે અથવા શરીરના કોઈ ભાગ પર પીડા થતી હોય તો તેનાથી પણ છૂટકારો મળે છે...