Surat: એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા મામલે  પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત બેની ધરપકડ

કોરોના સંક્રમિત દર્દીના સંબંધીઓને એક્સપાયરી ડેટના રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે.  જેમાં પાંડેસરા વિસ્તારના માજી મહિલા કોર્પોરેટર સાધના પટેલ નો પુત્ર છે દિવ્યેશ પટેલ અને ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ ની ધરપકડ કરવામાં આવી છે.  કે પી સંઘવી હોસ્પિટલ એક્સપાઈરી ડેટ ના ઇન્જેક્શન ને ડિસ્ટ્રોય કરવા ફાર્મસીસ્ટ ને આપ્યા હતા.  ફાર્મસીસ્ટ વિશાલ અવસ્થિ પાસેથી દિવ્યેશે 5400 ના ભાવે 6 રેમડીસીવીર ઇન્જેક્શન ખરીદ્યા હતા.  ત્રણ દિવસ પહેલા ની ઘટના માં છેવટે તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola