સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ
સુરતમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરાને પેટમાં દુઃખી આવતા હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી ત્યારે ભાંડો ફૂટ્યો હતો અને દોઢ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. તેના બાદ સગીરા ના માતાપિતા એ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પુખરાજ સિંહ ઉર્ફે ભીમ કમલસિંહ બધેલની ધરપકડ કરી છે.